Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ઉતારો આપનાર હોટલના મેનેજરે કહયું મારી પાસે ૧૧૬ ધારાસભ્યો છે, મને મુખ્યમંત્રી બનાવો

કર્ણાટકની ઘટના સંદર્ભે વોટસ અપ મેસેજમાં રમુજના રસગુલ્લા : કર્ણાટકમાં ભાજપની સરકાર નહી બને તો પૈસા પરથી વિશ્વાસ ઉડી જશેઃ વજુભાઇએ કહયું 'હું રાજકોટવાળો છું, બપોરે ૧ થી ૪માં કોઇએ સરકાર રચવાનો દાવો કરવા ન આવવું

રાજકોટ તા.૧૯: કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ અને ત્યારપછી આજ સુધીની ઘટના સંદર્ભે વોટસઅપ પર કટાક્ષયુકત રમુજી મેસેજ ફરતા થયા છે. જેની ઝલક નીચે મુજબ છે.

* જો કર્ણાટકમાં ભાજપની સરકાર નહિ બનેતો પૈસા ઉપરથી વિશ્વાસ ઉડી જશે.

 કોગ્રેસ અને જેડીએસ ના કુલ ૧૧૬ ધારાસભ્યો બેંગ્લોરની હોટલમાં છે તે હોટલનો મેનેજર જીદે ચડયો છે. રાજયપાલને મળીને કહે છે મને મુખ્યમંત્રી બનાવો, મારી પાસે ૧૧૬ એમ.એલ એ. છે.

* વજુભાઇ વાળાએ કહયું ''હું રાજકોટવાળો છું, (મતલબ બપોરે સુવાની ટેવ) બપોરે ૧ થી ૪ માં સરકાર રચવાનો દાવો કરવા કોઇએ ન આવવું.

* ભાજપના ફટાણા, મારા ભાઇને વરસો, તો કરોડોમાં રમશો..

(12:40 pm IST)