Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

નીરવ મોદીના પરિવાર અને અમેરીકી ભાગીદારને ઇડીએ નોટીસ ફટકારી

બે અરબ ડોલરથી વધુના પીએનબી કૌભાંડ મામલે એક મની લોન્ડરિંગ કેસમાં સમન્સ મોકલાયું

નવી દિલ્હી તા ૧૯ : પીએનબી કૌભાંડ મામલે ફરાર થઇ ગયેલા નીરવ મોદી પર ઇડીએ શિકંજો કસ્યો છે. ઇડી એ વિદેશ નાસી છુટેલા ઉદ્યદગપતિ નીરવ મોદી ના પિતા અને ભાઇ સહિત પરિવારના ઓછામાં ઓછા ચાર સભ્યોને અને તેના અમેરીકી વેપારી ભાગીદારને બે અરબ ડોલરથી વધુ પીએનબી કૌભાંડ સાથે જોડાયેલા એક કેસમાં સમન્સ મોકલ્યુ છે.

અધિકારીઓએ જણાવ્યુ કે પરિવારના સભ્યો સાથે પુછપરછ કરવાની જરૂરીયાત છે કારણક અનેક નાણાંકીય લેણદેણ અને નીરવ મોદીના વેપાર તેની સાથે જોડાયેલા છે. અધિકારીઓએ જણાવ્યું કે સમન્સ નીરવ મોદીના પિતા દીપક મોદી, ભાઇ વિશાલ મોદી, બહેન પૂર્વી મહેતા, તેના પતિ મયંક મહેતા અને જોહરીના અમેરિકામાં આવેલ કંપની ફાઇવસ્ટાર ડાયમંડ છે ઇંકના નિર્દેશક મિહિર ભંસાલીને મોકલવામાં આવ્યુ છે.

તેઓએ કહ્યુ કે અમને સમન્સધનશોધન રોકથામ કાયદા હેઠળ મોકલવામાં આવ્યુ છે અને તે ઇમેઇલ દ્વારા મોકલવામાં આવ્યુ છે કારણકે દરેક પાંચ વ્યકિત વિદેશમાં રહે છે તેઓના વર્તમાન રહેઠાણ વિશે જાણકારી ન હોવાથી સમન્સ ઇન્ટરનેટ દ્વારા મોકલાયુ છે. (૩.૫)

(11:53 am IST)