Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

યેદિયુરપ્પા પાસે બે વિકલ્પ

સાત ધારાસભ્યોને પોતાની તરફવાળીને મત અપાવવો : અથવા ૧૪ વિપક્ષી ધારાસભ્યો ગેરહાજર રહે...

બેંગ્લોર તા. ૧૯ : રાજનીતિની સૌથી મોટી પરીક્ષા આપનાર કર્ણાટકના મુખ્યમંત્રી પર ભાજપની આબરૂ બચાવવાનો પડકાર છે. આજે સાંજે શકિત પરીક્ષણ થનાર છે. યેદિયુરપ્પા પાસે બે વિકલ્પ છે. પ્રથમ એ વિકલ્પ છે કે, ઘટતા સાત ધારાસભ્યોને કોંગ્રેસ - જેડીએસમાંથી ખેચી લાવીને યેદિયુરપ્પા પોતાની સરકારની તરફેણમાં મત અપાવી શકે તો ભાજપ જીતી જાય.

અથવા બીજો વિકલ્પ એ છે કે, કોંગ્રેસ - જેડીએસના ૧૪ સભ્યો ગૃહમાં ગેરહાજર રહે તો બહુમતી માટે ૧૦૪ ધારાસભ્યોની જરૂર રહે, એટલી સંખ્યા ભાજપ પાસે છે.

જેડીએસના કુમારસ્વામીએ કહ્યું કે ભાજપ રાજયમાં પોતાની સરકારને બચાવી રાખવા માટે 'ઓપરેશન કમલ'ને દોહરાવાની કોશિષ કરી રહ્યું છે.

કમલ ભાજપનું ચૂંટણી ચિહ્ન છે અને 'ઓપરેશન કમલ' ટર્મનો ઉપયોગ ૨૦૦૮માં કરાયો હતો, જયારે યેદિયુરપ્પાના નેતૃત્વમાં ભાજપની પાસે બહમતી નહોતી. ત્યારબાદ પાર્ટીએ જોડ-તોડ કરીને ત્રણ કોંગ્રેસ ધારાસભ્યો અને ૪ જેડીએસ ધારાસભ્યોને રાજીનામું આપવા માટે મનાવી લીધા હતા. આરોપ છે કે તેના માટે ભાજપે ધન-બળનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ આ સાતેય ભાજપની ટિકિટ પર પેટાચૂંટણીમાં ઉતર્યા. તેમાંથી ૫ જીતી પણ ગયા હતા. આ એક રીત હતી તેનાથી બહુમતી સાબિત કરવા માટે ભાજપને ઓછા વોટોની જરૂર પડી.

(11:40 am IST)