Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

પવિત્ર રમઝાન મહિનામાં પણ નફફટ પાકિસ્તાન ગોળીઓ વરસાવી રહ્યું છે

નરેન્દ્રભાઇની મુલાકાત પૂર્વે સરહદ ઉપર એક દિવસમાં ૧૧ મોત

શ્રીનગર તા. ૧૯ : રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થઈ ચૂકયો છે અને જમ્મુ-કશ્મીરમાં સેનાની બંદુકોને હાલ શાંત રાખવામાં આવી છે. પરંતુ ગોળીની ભાષા સમજનારા કદાચ બોલીની ભાષા નહીં સમજે. જમ્મુ-કશ્મીરનાં આરએસપુરા સેકટરમાં પાક રેન્જર્સે આખી રાત ગોળીઓ વરસાવી છે. ભારતીય સેનાની બંદુકો શાંત પડી પરંતુ નફફટ પાકિસ્તાનની ગોળીઓ બંધ ન થઈ.

પત્નીએ પોતાનો સુહાગ ગુમાવ્યો છે અને માતાએ પોતાનો દીકરો ગુમાવ્યો છે. પોતાનાં દિકરા અને દિકરીનાં માથેથી બાપનો છાયો ગુમાવ્યો છે અને કેન્દ્રની ભાજપ સરકાર જોતી રહી ગઈ.

જમ્મુ-કશ્મીરનાં આરએસપુરા અને અરનિયા સેકટરમાં પાકિસ્તાની રેન્જર્સે આખી રાત ગોળીઓ વરસાવીને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જેમાં BSF જવાન સીતારામ ઉપાધ્યાય શહીદ થયો છે. એટલું જ નહીં નાપાકની ગોળીઓમાં ૪ સ્થાનીય નાગરીકો પણ મોતને ભેટ્યાં છે.

દેશ માટે શહીદ થવું એ સૌ કોઈનાં માટે ગર્વની વાત છે. પરંતુ હાથમાં હથિયાર હોવા છતાં સીતારામ ગોળીઓ વરસાવી ન શકયો. કારણ કે કેન્દ્ર સરકારે રમઝાનનાં મહિનામાં ગોળીઓ વરસાવવા પર પ્રતિબંધ લગાવ્યો.

દરમિયાન ભારતીય જવાનોએ પણ પાકિસ્તાનના ઉંબાડીયાને શાંત કરી દયે તેવો વળતો જવાબ આપવો શરૂ કર્યો છે.

આજે નરેન્દ્રભાઇ જમ્મુ - કાશ્મીરના પ્રવાસે છે અને હજારો કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલ થઇ ગયેલ યોજનાઓના પ્રારંભ માટે આવ્યા છે તેની પૂર્વ સંધ્યાએ જમ્મુ - કાશ્મીરમાં અને સરહદે આરનીયા - આર.કે.પુરમમાં ભારતનો એક જવાન શહીદ થયો છે અને ૪ નાગરિકોના મોત થયા છે, સાથોસાથ ત્રણ ત્રાસવાદીઓનો સફાયો બોલાવાયો છે અને પાકિસ્તાનના ૪ નાગરિકો માર્યા ગયા છે અને ૩ ઘુસણખોરોને ફુંકી મારવામાં આવ્યાનું પાકિસ્તાન અખબારો નોંધે છે.

પાકિસ્તાનને વળતો જવાબ અપાતા પાકિસ્તાની દળોએ ભારે નુકસાન થયાનું જાણવા મળે છે સ્થિતિ ભારે તંગ છે.

પાકિસ્તાન લશ્કરની મીડીયા વિન્ગ, ઇન્ટર સર્વિસ પબ્લીક રીલેશન્સ દ્વારા દાવો કરાયો છે કે ભારતીય લશ્કરે વિના ઉશ્કેરણીયે ગોળીબાર કરતા પુખલીઆન, કાહદ્વાર, હરપાલ, ચારવાહ અને શકરગઢ સેકટરમાં ૪ નાગરિકોના મોત થયા છે. સરહદે ફાયરીંગ હજુ ચાલુ છે.

(11:38 am IST)