Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

મોદી ટૂંકમાં ઇન્ડોનેશિયાના પ્રવાસે જશે : ઘણી સમજૂતિ

ઇન્ડોનેશિયા સબાંગમાં પ્રવેશની મંજુરી આપશે : ભારતીય નૌકાસેના માટે મોટી ભેંટ મળે તેવી પણ શક્યતા

નવીદિલ્હી, તા. ૧૮ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં જ ઇન્ડોનેશિયાના પ્રવાસે જનાર છે. આ પહેલા જાકાર્તા તરફથી કેટલાક પગલા લેવામાં આવી રહ્યા છે. એમ માનવામાં આવે છે કે, ઇન્ડોનેશિયા તરફથી ભારતીય જહાજોને ઉંડા દરિયાવાળા પોતાના ક્ષેત્ર સબાંગમાં પ્રવેશ કરવાની મંજુરી મળી શકે છે. ભારતીય નૌકા સેનાએ ઇન્ડોનેશિયા તરફથી મોટી રાહત મળવાના સમાચાર દેખાઈ રહ્યા છે. ઇન્ડોનેશિયાના નૌકા સેનાના મામલાના પ્રધાન લુહુચ પંડજૈતાને માહિતી આપતા આ મજબની વાત કરી છે. જો કો સરકારમાં નૌસેના મામલાઓના મંત્રીએ કહ્યું છે કે, ભારત અને ઇન્ડોનેશિયા બંનેએ સાથે મળીને ૨૦૧૭માં નૌસેના અભ્યાસની કામગીરી હાથ ધરી હતી. દરિયાઈ વિસ્તારોમાં સહકાર વધારવા પગલા લેવામાં આવી રહ્યા છે. સબાંગ દરિયાઈ ક્ષેત્ર ભારતના સહકાર માટે ઇચ્છુક છે. સબાંગ કોર્ટ ખુબ જ વિકસિત કોર્ટ પૈકી એક છે. વડાપ્રધાન મોદી આગામી સપ્તાહમાં ઇન્ડોનેશિયાની યાત્રા કરનાર છે. અલબત્ત તેમના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી નથી. મોદીની આ પ્રથમ ઇન્ડોનેશિયન યાત્રા છે. તેઓ દ્વિપક્ષીય વાતચીતમાં ત્યાના પ્રમુખ દો વિદોદોને મળશે. જાકાર્તામાં જુદા જુદા કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. સબાંગમાં એક હોસ્પિટલનું ઉદ્ઘાટન પણ કરશે. સબાંગ અંદમાન અને નિકોબારથી માત્ર ૭૦૦ કિલોમીટરના અંતરે છે. ઇન્ડોનેશિયન સરકાર ઇચ્છે છે કે, ભારત આ ક્ષેત્રમાં ઇકોનોમિક ઝોનમાં પ્રવેશ કરે. કારણ કે, આ વિસ્તાર હજુ સુધી સંપૂર્ણપણે વિકસિત નથી. મોદી સબાંગ દરિયાકાંઠે પ્રવાસ કરવા માટે પણ જશે. ભારતીય નૌસેનાની દ્રષ્ટિએ પણ આ સમજૂતિ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. સંરક્ષણ અને અંતરિક્ષના ક્ષેત્રમાં સહકાર વધારવાના મુદ્દે ચર્ચા થશે. મોદી હાલમાં જ ચીનના અનૌપચારિક પ્રવાસમાં જઇને આવ્યા છે.

(12:00 am IST)