Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

રાજ્યમાં RT-PCR ટેસ્ટના ભાવમાં ઘટાડો : ઘરે આવીને ટેસ્ટ કરવાનો ચાર્જ 1100 રૂપિયામાંથી 900 કરાયો : લેબમાં જઈ ટેસ્ટ કરાવવા 800ને બદલે 700 ચૂકવવા પડશે :નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની જાહેરાત: 20 એપ્રિલથી આ નવો ભાવ ઘટાડો અમલમાં આવશે

અમદાવાદ : ગુજરાતમાં RT-PCR ટેસ્ટના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. લેબોરેટરી પર 700 રૂપિયામાં RT-PCR ટેસ્ટ કરવામાં આવશે જ્યારે ઘરે 900 રૂપિયામાં ટેસ્ટ કરવામાં આવશે.ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે 800 રૂપિયાના બદલે 700 રૂપિયામાં RT-PCR ટેસ્ટ થશે. જ્યારે ઘરે આવીને RT-PCR ટેસ્ટમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. 1100 રૂપિયાના બદલે હવે 900 રૂપિયામાં ટેસ્ટ થશે. 20 એપ્રિલ 2021થી આ નવો ભાવ ઘટાડો અમલમાં આવશે

(7:00 pm IST)