Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

સતત વધતા કોરોના સંક્રમણ અને વેક્‍સીનેસન ડ્રાઇવ વચ્‍ચે કોવિડના આંકડામાં જોરદાર વધારો થતા રોકવા દિલ્‍હી-રાજસ્‍થાન સહિત 6 રાજ્‍યોમાં લોકડાઉન

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે. વેક્સીનેશન ડ્રાઇવ વચ્ચે પણ કોવિડના આંકડામાં જોરદાર વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2.73 લાખથી વધુ નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી હજુ કોઇ પણ રીતના લૉકડાઉન અથવા પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ રાજ્ય પોત પોતાના સ્તર પર પ્રતિબંધ લગાવીને સંક્રમણને કાબુમાં કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

ઉત્તર પ્રદેશ, બિહારથી લઇને દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોવિડના આંકડા ડરાવવા લાગ્યા છે. કેટલાક શહેરોમાં હૉસ્પિટલમાં બેડ ભરાઇ ચુક્યા છે તો ક્યાક ઓક્સીજનની કમી જોવા મળી રહી છે તો ક્યાક રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર પડી રહી છે. રાજ્યોએ કોવિડના ટ્રાન્સમિશનની ચેન તોડવા માટે સ્થાનિક પ્રતિબંધ લગાવ્યા છે. આ લૉકડાઉન નથી પરંતુ પ્રતિબંધ તેના જેવા જ છે.

ક્યા રાજ્યોએ પ્રતિબંધ લગાવ્યો

દિલ્હી

દિલ્હીમાં 16 એપ્રિલની રાત્રે 10 વાગ્યાથી શરૂ થઇને 19 એપ્રિલની સવારે 5 વાગ્યા સુધી વીકેન્ડ કરર્ફ્યૂ લાગુ રહ્યો. જોકે, હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય રાજધાનીમાં છ દિવસનું લૉકડાઉન લગાવી દીધુ છે. આ લૉકડાઉન 19 એપ્રિલથી રાતના 10 વાગ્યાથી 26 એપ્રિલ સવારના 5 વાગ્યા સુધી લાગુ રહેશે.

– રાષ્ટ્રીય રાજધાનીમાં છ દિવસનું લૉકડાઉન રહેશે. લૉકડાઉન 19 એપ્રિલ રાતના 10 વાગ્યાથી 26 એપ્રિલ સુધી સવારના 5 વાગ્યા સુધી લાગુ રહેશે.

– આ દરમિયાન જરૂરી સેવાઓ ચાલુ રહેશે

– લગ્નમાં માત્ર 50 લોકોના આવવાની પરવાનગી હશે.

– દિલ્હીમાં મૉલની સાથે સાથે જિમ અને સ્પા પણ બંધ રહેશે. આ પ્રતિબંધ 30 એપ્રિલ સુધી લાગુ રહેશે.

– રેસ્ટોરન્ટ ડાઇન-ઇન માટે બંધ રહેશે. જોકે, હોમ-ડિલીવરી ચાલુ રહેશે.

– થિયેટર 30 ટકા ક્ષમતા પર ચાલી શકે છે. આ પ્રતિબંધ 30 એપ્રિલ સુધી લાગુ રહેશે.

– જરૂરી સેવાઓ પર પ્રતિબંધ નહી હોય. એક મ્યુનિસિપલ ઝોનમાં એક દિવસ પર એક સાપ્તાહિક બજાર ચલાવવાની પરવાનગી હશે.

– દિલ્હીમાં તમામ સ્કૂલ-કોલેજ આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવી છે.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 14 એપ્રિલની રાતના 8 વાગ્યાથી 1 મે સવારના 7 વાગ્યા સુધી પ્રતિબંધ લગાવ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ હતું કે તે લૉકડાઉન નથી લગાવી રહ્યા પરંતુ જે પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા છે તે લૉકડાઉન જેવા જ છે.

– જરૂરત વગર આવવા જવાનું બંધ કરવુ પડશે. જો જરૂરી કામ ના હોય તો ઘરની બહાર નહી નીકળી શકે.

– જરૂરી સેવાઓને છોડીને બાકી તમામ સેવાઓ અને કાર્યાલય બંધ રહેશે.

– રેસ્ટોરન્ટમાં ડાઇન-ઇન પર પ્રતિબંધ, સોસાયટીમાં હોમ ડિલીવરી ગેટ સુધી હશે.

– રસ્તા કિનારે ફૂડ વેન્ડર્સ પર પ્રતિબંધ

– થિયેટર, ડ્રામા થિયેટર અને ઓડિટોરિયમ બંધ રહેશે, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક પણ બંધ રહેશે.

– ક્લબ, સ્વિમિંગ પૂલ બંધ રહેશે. ફિલ્મ, સીરિયલ માટે શૂટિંગ પર પ્રતિબંધ

– મૉલ, શોપિંગ સેન્ટર અને તે દુકાનો જે જરૂરી સેવાઓ અથવા સુવિધા નથી આપતી, તે બંધ રહેશે.

– ધાર્મિક જગ્યા, પ્રાર્થનાની જગ્યાઓ બંધ રહેશે.

– બ્યૂટી સલૂન, બાર્બર શોપ પણ બંધ રહેશે.

ઉત્તર પ્રદેશ

– લખનઉં, પ્રયાગરાજ, વારાણસી, કાનપુર, ગૌતમબુદ્ધ નગર, મેરઠ, ગોરખપુર, ઝાંસી, બરેલી અને બલિયામાં રાતના 8થી સવારના 7 વાગ્યા સુધી કરર્ફ્યૂ રહેશે.

– ઉત્તર પ્રદેશમાં દર રવિવારે લૉકડાઉન લગાવવાની જાહેરાત કરવામાં આવી છે.

– પ્રથમ વખત માસ્ક વગર પકડાવવા પર 1000 રૂપિયા દંડ, જો બીજી વખત માસ્ક વગર પકડાયા તો દસ ઘણો વધુ દંડ ભરવો પડશે.

– યુપી બોર્ડની પરીક્ષા ટાળવામાં આવી છે.

– પોતાના ગામ પરત ફરી રહેલા પ્રવાસી મજૂરો માટે જિલ્લામાં સ્ક્રીનિંગ કરાવવુ જરૂરી હશે.

– મજૂરો માટે સાત દિવસનો હોમ ક્વોરન્ટાઇન જરૂરી. કોઇ લક્ષણ ના હોવા છતા પણ સાત દિવસ ખુદ આઇસોલેશનમાં રહેવુ પડશે.

– જો લક્ષણ છે તો 14 દિવસ ક્વોરન્ટાઇન રહેવુ પડશે.

– કોઇ પણ ધાર્મિક જગ્યા પર એક વખતમાં પાંચથી વધુ લોકોના આવવા જવા પર પ્રતિબંધ

મધ્ય પ્રદેશ

– 22 એપ્રિલ સુધી બાલાઘાટ, નરસિંઘપુર, સિયોની જિલ્લાની સાથે સાથે જબલપુર શહેરમાં લૉકડાઉન છે.

– ઇન્દોરમાં આંશિક લૉકડાઉનને 23 એપ્રિલ સુધી વધારી દેવામાં આવ્યુ છે.

– રાજ્ય સરકારે ધોરણ 8 સુધીની તમામ સરકારી અને સરકારી મદદ પ્રાપ્ત સ્કૂલોને 13 જૂન સુધી બંધ કરી દીધી છે.

– ધોરણ 8 સુધી ખાનગી સ્કૂલ 30 એપ્રિલ સુધી બંધ રહેશે.

– સરકારી અને બિન સરકારી હોસ્ટેલને પણ બંધ કરવામાં આવી છે.

રાજસ્થાન

રાજસ્થાનમાં 3 મે સુધી લૉકડાઉન જેવા પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. આ પ્રતિબંધ 19 એપ્રિલ સવારના 5 વાગ્યાથી 3 મે સવારના 5 વાગ્યા સુધી લાગુ રહેશે.

– જિલ્લા તંત્ર, ગૃહ વિભાગ, પોલીસ, કંટ્રોલ રૂમ અને વોર રૂમ, ઇમરજન્સી સેવાઓ, સાર્વજનિક પરિવહન, કેન્દ્ર સરકારની જરૂરી સેવાઓ સાથે જોડાયેલા કાર્યાલયોને કામ કરવાની પરવાનગી હશે. આ સિવાય તમામ કાર્યાલય બંધ રહેશે.

– ડેરીની દુકાન, ગ્રોસરી સ્ટોર અને ફાર્મસીને ખુલ્લા રહેવાની પરવાનગી હશે.

– ફળ, શાકભાજી અને ગ્રોસરી સ્ટોર સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. બીજી તરફ મોબાઇલ વેન, લારી પર વેચવામાં આવતી શાકભાજીને 7 વાગ્યા સુધીની પરવાનગી હશે. રાશનની દુકાનો ખુલ્લી રહેશે.

– ઉલ્લંઘન કરવા પર આઇપીસીની કલમ 188 હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

બિહાર

– બિહારમાં રોજ રાત્રે 9 વાગ્યાથી લઇને સવારના 5 વાગ્યા સુધી નાઇટ કરર્ફ્યૂ લાગુ રહેશે.

– સ્કૂલ,કોલેજ, કોચિંગ સંસ્થા અને અન્ય શૈક્ષણિક સંસ્થા 15 મે સુધી બંધ રહેશે.

– રાજ્ય સરકારની યૂનિવર્સિટીઓ દ્વારા કોઇ પણ રીતની પરીક્ષા લેવામાં નહી આવે.

– તમામ થિયેટર, મોલ, ક્લબ, જિમ, પાર્ક અને ઉદ્યોગને 15 મે સુધી પુરી રીતે બંધ કરી દેવામાં આવશે.

– રાજ્યમાં સાર્વજનિક સ્થળો પર કોઇ પણ પ્રકારના આયોજન પર રોક રહેશે પરંતુ અંતિમ સંસ્કાર અને પૂજા પર લાગુ નહી થાય.

– દફન અને અંતિમ સંસ્કાર માટે લોકોની સંખ્યા ઘટાડીને 25 કરવામાં આવી છે.

– લગ્ન અને શ્રાદ્ધમાં લોકોની સંખ્યા ઘટાડીને 100 કરવામાં આવી છે.

ઝારખંડ

– રાજ્યની તમામ શિક્ષણ સંસ્થા આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવી છે.

– લગ્ન સમારંભમાં વધુમાં વધુ 50 લોકોને જ સામેલ થવાની પરવાનગી આપવામાં આવશે.

– ઝારખંડમાં આગામી તમામ પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી છે.

– 1 મહિના બાદ ફરી રાજ્ય સરકાર તેની સમીક્ષા કરશે.

(5:16 pm IST)
  • પંજાબના મુખ્યમંત્રીએ COVID19 પરિસ્થિતિની સમીક્ષા કરી : 20 થી 30 એપ્રિલ દરમ્યાન નાઇટ કર્ફ્યુનો સમય વધારીને સાંજે 8 થી સવારે 5 નો કર્યો, તમામ બાર, સિનેમા હોલ, જિમ, સ્પા, કોચિંગ સેન્ટરો, સ્પોર્ટસ સંકુલ બંધ કરવાનો આદેશ આપ્યો : લગ્ન અને અંતિમ સંસ્કાર સહિતના મેળાવડામાં 20 થી વધુ લોકો પર પ્રતિબંધ : આ સાથે સરકારી અને ખાનગી લેબ્સ દ્વારા RT-PCR અને રેપિડ એન્ટિજેન ટેસ્ટ ના દરો અનુક્રમે રૂ. 450 અને રૂપિયા 300 કરવામાં આવ્યા હોવાનું મુખ્યમંત્રી કાર્યાલયે જાહેર કર્યું access_time 4:47 pm IST

  • દિલ્હીમાં આજે રાતથી અઠવાડીયાનું લોકડાઉન : પાટનગર દિલ્હીમાં કોરોના બેફામ બનતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે રાત્રે ૧૦ વાગ્યાથી આવતા સોમવારે સવારે ૫ સુધીનું લોકડાઉન જાહેર કર્યુ છે : આમ દિલ્હીમાં ઍક અઠવાડીયાનું સજ્જડ લોકડાઉન જાહેર થયુ છે access_time 12:11 pm IST

  • સંરક્ષણ મંત્રાલયે જાહેર કર્યું છે કે ડીઆરડીઓએ SpO2 (બ્લડ ઓક્સિજન સંતૃપ્તિ) ની પૂરક ઓક્સિજન ડિલિવરી સિસ્ટમ વિકસાવી છે જેનો ઉપયોગ મધ્યમ લક્ષણોવાળા કોવિડ19 દર્દીઓમા ઓક્સિજન ફ્લો થેરેપી માટે થઈ શકશે. access_time 5:11 pm IST