Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

દિલ્‍હીમાં 26મી સુધી લોકડાઉનની જાહેરાત થતાની સાથે જ દારૂની દુકાનો બહાર દારૂ ખરીદવા માટે લોકોની લાંબી લાઇનો લાગીઃ સોશ્‍યલ ડિસ્‍ટન્‍સનો અભાવ

નવી દિલ્હી: દિલ્હીમાં કોરોનાના કેસ વધતા 19 એપ્રિલ રાત્રે 10 વાગ્યાથી 26 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધી લૉકડાઉન લગાવવામાં આવ્યુ છે. દિલ્હીમાં કેજરીવાલની લૉકડાઉનની જાહેરાત બાદ દારૂની દુકાન બહાર દારૂ ખરીદવા માટે લોકો લાંબી લાઇન લગાવીને ઉભા હતા. આ દરમિયાન સોશિયલ ડિસ્ટસનો અભાવ જોવા મળ્યો હતો. દિલ્હીના શિવપુરી-ગીતા કોલોની વિસ્તારમાં દારૂ ખરીદવા માટે લોકોની લાંબી લાઇન જોવા મળી હતી.

દિલ્હીમાં કોરોના વાયરસના વધતા કેસને જોતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 6 દિવસ માટે લૉકડાઉનની જાહેરાત કરી છે. લૉકડાઉન આજ રાત્રે 10 વાગ્યાથી લઇને 26 એપ્રિલ સવારના 6 વાગ્યા સુધી લાગુ રહેશે. કેજરીવાલે કહ્યુ કે, તેમની સરકારે આ નિર્ણય ત્યારે લીધો છે જ્યારે કોઇ બીજો ઉપાય બાકી નથી.

આ દરમિયાન જરૂરી સેવાઓ, ફૂડ સર્વિસ, મેડિકલ સર્વિસની પરવાનગી હશે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે લગ્નમાં માત્ર 50 લોકોને સામેલ થવાની પરવાનગી હશે.

6 દિવસમાં વ્યવસ્થા વધારીશુ

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ છે કે આગામી 6 દિવસમાં સરકાર દિલ્હીમાં વ્યવસ્થા વધારશે, તેમણે કહ્યુ, આગામી 6 દિવસમાં અમે દિલ્હીમાં બેડ્સને લઇને સુવિધા વધારીશું. લૉકડાઉન પીરિયડનો ઉપયોગ ઓક્સીજન, દવા એરેન્જ કરવા માટે ઉપયોગ કરવામાં આવશે. હું તમામને ગાઇડલાઇનનું પાલન કરવાનું નિવેદન કરૂ છું.

પ્રવાસી મજૂરોને પણ કરી અપીલ

અરવિંદ કેજરીવાલે પ્રવાસી મજૂરોને પણ દિલ્હી ના છોડવાની અપીલ કરી છે, તેમણે કહ્યુ કે આ નાનુ લૉકડાઉન છે અને આ દરમિયાન સરકાર મજૂરોનું પુરૂ ધ્યાન રાખશે. અલગ-અલગ રાજ્યમાં કોરોના વાયરસના વધતા કેસને કારણે લગાવવામાં આવી રહેલા પ્રતિબંધ વચ્ચે પ્રવાસી મજૂરોને શહેર છોડવાના સમાચાર સામે આવી રહ્યા છે.

(5:15 pm IST)