Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

મહારાષ્‍ટ્રના વાંગણી સ્‍ટેશન ઉપર સંતુલન ગુમાવતા બાળક પાટા ઉપર પડયોઃ ટ્રેન પહોંચે તે પહેલા રેલ્‍વે કર્મચારીએ બાળકને બચાવી લીધો

મુંબઈ: મહારાષ્ટ્ર હાલ તો કોરોનાકાળમાં કોરોનાના પ્રકોપના કારણે ખુબ ચર્ચામાં રહે છે. પરંતુ હાલ એક એવો વીડિયો વાયરલ થયો છે જેના કારણે મહારાષ્ટ્ર ચર્ચામાં છે. એક રેલવે કર્મચારીએ પોતાના જીવના જોખમે બાળકનો જીવ બચાવ્યો

આ ઘટના મુંબઈ પાસે આવેલા વાંગણી સ્ટેશનની છે. જ્યાં પ્લેટફોર્મ પરથી સંતુલન ગુમાવીને બાળક પાટા પર પડ્યો. બાળકનો જીવ લગભગ જોખમમાં હતો પરંતુ ટ્રેન પહોંચે તે પહેલા જ રેલવે કર્મચારીએ બાળકને બચાવી લીધો.

આ કર્મચારીનું નામ મયુર શેલ્કે છે જેણે પોતાના જીવના જોખમે તે બાળકને બચાવ્યો.

(5:14 pm IST)