Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

અનિલ અંબાણીની દેવામાં ડૂબેલી રિલાયન્‍સ કોમ્‍યુનીકેશન બંધ થવાના આરેઃ એક વખત ડંકા વાગતા

૩૮ બેંકોને ૪૦,૦૦૦ કરોડનું થશે નુકશાન

નવી દિલ્‍હી, તા.૧૯: દેવામાં ડૂબેલી અનિલ અંબાણીની નાદાર થઇ ચુકેલી કંપની રિલાયન્‍સ કોમ્‍યુનિકેશન બંધ થવાની આરે છે. જો સુપ્રીમ કોર્ટ નેશનલ કંપની લો અપીલેટ ટ્રિબ્‍યૂનલના નિર્ણયને નહીં બદલે તો કંપની પાસે બંધ થવા સિવાય બીજો કોઇ વિકલ્‍પ નહીં રહે. જો આમ થાય છે તો તેનાથી એ બેંકોને ભારે નુકશાન થશે, જે બેંકોએ આરકોમને લોન આપી છે.

એનસીએલએટીએ તેના આદેશમાં જણાવ્‍યું છે કે કંપની પાસે ઉપલબ્‍ધ સ્‍પેક્‍ટ્રમને સરકારી બાકી ક્‍લિયર કર્યા પછી ઇનસોલ્‍વેન્‍સી પ્રોસેસ હેઠળ વેચી શકાય છે.એક રિપોર્ટ મુજબ આરકોમની કમેટી ઓફ ક્રેડિટ્‍સ આ આદેશ વિરુદ્ધ એક અપીલ દાખલ કરશે. એનસીએલએટીએ એરસેલ વર્સેઝ ડિપાર્ટમેન્‍ટ ઓફ ટેલિકોમ્‍યુનિકેશન કેસમાં આ આદેશ આપ્‍યો છે.

જાણકારોનું કહેવું છે કે એનસીએલએટીના આદેશ પછી એરસેલ માટે UV Asset Reconstruction Company (UVARCL)ના રિઝોલ્‍યૂશન પ્‍લાનનો કોઈ અર્થ નથી રહ્યો. આ પ્‍લાનને ગત વર્ષે જુનમાં મંજૂરી આપવામાં આવી હતી. કંપની હવે બંધ થઇ જશે અને લેન્‍ડર્સને તેમના ૧૮,૦૦૦ કરોડ રૂપિયામાંથી એક રૂપિયા પણ નહીં મળે. એક બેંકરે જણાવ્‍યું કે આરકોમની પણ આવી જ સ્‍થિતિ થશે, જેને ડેટ રિઝોલ્‍યૂશન માટે એલસીએલએટીમાં મોકલાયું હતું. કંપની ૪૬,૦૦૦ કરોડ રૂપિયાની લોનની ચુકવણી મામલે ડિફોલ્‍ટ જાહેર થઇ હતી. UVARCLએ આરકોમ અને રિલાયન્‍સ ટેલિકોમ (RTL)ની સંપત્તિ માટે માટે સફળ બોલી લગાવી હતી. તેમાં સ્‍પેક્‍ટ્રમ અને સ્‍થાવર મિલકત સામેલ હતી.

એનસીએલએટીએ ગત અઠવાડિયે તેના નિર્ણયમાં જણાવ્‍યું હતુ કે લેન્‍ડર્સ સ્‍પેક્‍ટ્રમને સિક્‍યોરિટી ઇન્‍ટરેસ્‍ટની જેમ નથી જોઇ શકતી. જોકે ટ્રિબ્‍યૂનલે જણાવ્‍યું કે સરકારે એક ઓપરેશનલ ક્રેડિટર છે. સ્‍પષ્ટ છે કે ઓપરેશનલ ક્રેડિટર તરીકે ડિપાર્ટમેન્‍ટ ઓફ ટેલિકોમ્‍યુનિકેશન્‍સ ફાઇનાન્‍શિયલ ક્રેડિટર્સ પહેલા એડજસ્‍ટેડ ગ્રોસ રેવેન્‍યુ વસૂલ કરી શકશે નહીં. એરસેલ અને આરકોમ પર એજીઆરના ક્રમશઃ ૧૨,૩૮૯ અને ૨૬,૦૦૦ કરોડ રૂપિયા બાકી છે. આરકોમ અને આરટીએલના રિઝોલ્‍યૂશન પ્‍લાનને લેન્‍ડર્સે સર્વસંમતિથી મંજૂરી આપી હતી અને તેને માર્ચ ૨૦૨૦થી એનસીએલએટીની મંજૂરીની પ્રતિક્ષા છે.

આરકોમ અને આરટીએલના બંધ થવાથી ૩૮ બેંકોને ૪૦,૦૦૦ કરોડ રૂપિયાનું નુકશાન થશે. ચાઇના ડેવલોપમેન્‍ટ બેંકની આગેવાનીમાં ચીનની બેંકોને પણ ૯,૦૦૦ કરોડ રૂપિયાનું નુકશાન થશે. એસબીઆઈને ૩,૦૦૦ કરોડ રૂપિયા અને એલઆઈસીને ૩,૭૦૦ કરોડ રૂપિયાનું નુકશાન થશે. બેંકોને જૂન ૨૦૧૭થી આરકોમ પાસેથી એક પણ રૂપિયા નથી મળ્‍યા. હવે સુપ્રીમ કોર્ટ પર નજર છે.

(4:51 pm IST)
  • અભિનેતાથી રાજકારણી બનેલા મિથુન ચક્રવર્તી રવિવારે બંગાળના રાયગંજમાં તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન અચાનક તેમની તબિયત બગડી હતી. તેમને કોલકાતાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં એક રેલી દરમિયાન ભાજપમાં જોડાયેલા મિથુન ચક્રવર્તીને પ્રચાર સભામાં ખુબજ બેચેની અનુભવતા, હોસ્પિટલમાં ખસેડાયા હતા. ડોકટરોના જણાવ્યા મુજબ મિથુન ચક્રવર્તીની તબિયત પાછળ ડિહાઇડ્રેશનની આશંકા છે. access_time 11:15 pm IST

  • સ્ટેશનરી પેપર બુક્સ મર્ચન્ટ ઍસો. દ્વારા કાલથી શનિવાર સુધી અડધા દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન : તમામ સ્ટેશનરી, વેપારી અને કાલે તા. ૨૦ થી ૨૪ ઍપ્રિલ મંગળવાર સુધી સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી સ્વૈચ્છિક રીતે ચુસ્ત લોકડાઉન પાળવા ઍસોસીઍશનની અપીલ access_time 6:18 pm IST

  • મધ્યપ્રદેશમાં કુંભમાંથી પરત ફરનારાઓ માટે 7 દિવસ ક્વોરન્ટાઈન ફરજીયાત મધ્યપ્રદેશમાં પરત ફરી રહેલા અને કુંભનાં મેળામાં જઈ આવેલા લોકો માટે સરકારે 7 દિવસનું હોમ ક્વોરન્ટાઈન રહેવું ફરજીયાત બનાવ્યું છે. આ સાથે જ તેમણે જિલ્લા અધિકારીને પણ આ સંદર્ભની માહિતિ પુરી પાડવી પાડશે. access_time 1:44 pm IST