Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

પૈસાદાર ભારતીય રસી લેવા રેસીડન્‍ટ વીઝા સાથે ચાર્ટર્ડ ફલાઇટમાં જાય છે

દુબઇ બન્‍યુ મોજમજા અને પી-ફાઇઝરની રસી લેવાનું સ્‍થળ

મુંબઇ, તા.૧૯: પૈસાદાર ભારતીય લોકો દુબઇના રેસીડન્‍ટ વીઝા સાથે દુબઇમાં રસીકરણ વેકેશન ભોગવવા હવે ચાર્ટર્ડ ફલાઇટો પકડે છે. રસીકરણ માટે તેમની પસંદની રસી છે પી-ફાઇઝરની રસી જો કે યુએઇમાં એસ્‍ટ્રાજેનેકા અને સીનોફાર્મ રસીઓ પણ ઉપલબ્‍ધ છે.

આ ટ્રેન્‍ડ માર્ચથી શરૂ થયો છે, જયારે દુબઇએ રેસીડેન્‍ટ વીઝા હોલ્‍ડરોને રસી માટે રજીસ્‍ટ્રેશન કરવાની પરવાનગી આપી. એપ્રિલમાં ભારતમાં જયારે કોરોનાની સ્‍થિતી ગંભીર બની ત્‍યારે વધુ વયના લોકોને મફત આપવામાં આવે છે.

આ અંગેના માહિતગાર લોકોનું કહેવું છે કે અમુક લોકો બે ડોઝના સમયગાળા વચ્‍ચે અહીં જ રહે છે તો અમુક લોકો બે વાર દુબઇની ટ્રીપ કરે છે. ફાઇઝરના બે ડોઝ વચ્‍ચેનો સમયગાળો ત્રણ સપ્‍તાહનો છે.

નાના જેટમાં ચાર્ટર્ડ ફલાઇટનું આવવા જવાનું ભાડુ પ્રતિ વ્‍યકિત ૩૫ થી પપ લાખ છે પણ કદાચ તેનાથી પણ વધારે હોઇ શકે. આ ભાવ ઓપરેટરના રેટ, કયાંથી જવાનું છે, કેટલા દિવસ રોકાવાનું છે અને કેટલા પેસેન્‍જર છે તેના આધારે નક્કી થાય છે.

દુબઇમાં જેમનો બીઝનેસ રજીસ્‍ટર્ડ થયેલો છે તેવા ભારતીય લોકો પાસે દુબઇના રેસીડન્‍ટ વીઝા હોય જ છે. એક ટોચના કોર્પેલટે મેનેજર જે દુબઇના રેસીડન્‍ટ વીઝા ધરાવે છે તેમણે નામ નહીં છાપવાની શરતે કહયું કે મને ભારતમાં પણ રસી મળી શકે તેમ હતી પણ મને લાગ્‍યું કે પી ફાઇઝરની રસી વધુ સારી અને સુરક્ષિત છે. હું અને મારી પત્‍નિ ચાર્ટર્ડ ફલાઇટમાં દુબઇ ગયા અને દુબઇ ૨૦ દિવસ રોકાયા. મારા અમુક મિત્રોએ પણ તેમ કર્યુ છે. અમે બીજો ડોઝ લેવા થોડા દિવસમાં ફરીથી જવાના છીએ.

(1:07 pm IST)