Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

રાજસ્થાનમાં આજથી ૧૫ દિવસનું સજ્જડ લોકડાઉન

રાજસ્થાનમાં આજથી ૩ મે સુધી ૧૫ દિવસનું લોકડાઉન જાહેર કરતા મુખ્યમંત્રી અશોક ગેહલોત : તેઓઍ આ લોકડાઉનનું નામ ‘સાર્વજનિક અનુશાસન પખવાડીયુ’ જાહેર કર્યુ છે : ઘર માટે આવશ્યક ચીજ વસ્તુઓ, ફળ, ડેરી ઉત્પાદન સાથે જાડાયેલ દુકાનો ૧ વાગ્યા સુધી તેમજ શાકભાજી સુધીની દુકાનો સાંજે ૭ વાગ્યા સુધી અને પેટ્રોલ પંપ રાત્રે ૮ વાગ્યા સુધી ખુલ્લા રહેશે : રાજયમાં વાહન વ્યવહાર ચાલુ રહેશે : બજારો - મોલ - શોપીંગ કોમ્પલેક્ષ - સિનેમા હોલ - ધાર્મિક સ્થળો - શૈક્ષણિક સંસ્થાઓ - સામાજીક - રાજકીય કાર્યક્રમો બધુ જ બંધ રહેશે : બહારના રાજયોમાંથી રાજસ્થાન આવનારાઓઍ ૭૨ કલાકમાં આરટીપીસીઆર રીપોર્ટ બતાવવો પડશે : લગ્નમાં ૫૦ અને અંતિમક્રિયામાં ૨૦ લોકો ભાગ લઈ શકશે ; ટેલીફોન - ઈન્ટરનેટ સેવા - ટપાલ સેવા અને કેબલ સેવા ચાલુ રહેશે

 

(12:57 pm IST)