Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

બીજી લહેર લાંબી ચાલશેઃ દર ઓકટોબર-માર્ચમાં કોરોના ત્રાટકશે

સામાન્ય ફલુની જેમજ દર વખતે કોરોનાની નવી લહેરનો સામનો કરવો પડશે

નવી દિલ્હીતા. ૧૯ : કોરોના મહામારી સામે લડી રહેલ દેશના નાગરિક સામે અત્યારે બસ એક જ સવાલ છે કે આ બીજી લહેર કયારે ખાતમ થશે. અને કાયરે રાહત મળશે. પણ વૈજ્ઞાનિક અભ્યાસ એવો સંકેત આપી રહ્યા  છે કે બીજી લહેર પહેલાથી પણ વધારે લાંબી હોઇ શકે છે. સામાન્ય ફલુની જેમજ દરેક ફલુ સીઝનમાં કોરોનાની નવી લહેરનો સામનો કરવો પડી શકે છે.

સાયાન્સ ડાયરેકટ જર્નલમાં પ્રકાશિત એક રીસર્ચમાં આવો દાવો કરાયો છે. આ રિસર્ચ પોસ્ટ ગ્રેજયુએટ ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ ચંદીગઢ એન્ડ પંજાબ યુનિવર્સિટીના રિસર્ચરોએ કર્યું છ તેમાં ૧૮પ૭ થી ર૦૧પ વચ્ચે ફેલાયેલ ફલુ જેવી બિમારીઓના આંકડા અને વલણને આધાર બનાવાયા છે. રિસર્ચમાં કહેવાયું છે કે ધરતીના ઉપર ગોળાર્ધમાં જે રીતે સીઝન શરૂ થતા ફલુની બિમારી ઝડપથી ફેલાય છે.

તેવી જ રીતે કોરોના પણ ફેલાઇ શકે છેઅને સીઝન પુરી થાય ત્યારે નબળો પડી જશે પણ આવું અવાર નવાર થશે. આગામી સીઝનમાં ફરીથી તેનુ પુનરાવર્તન થતું રહેશે ફલુનો આ સમયગાળો ઓકટોબરથી શરૂ થાય છે અને મે માં પુરો થાય છે.

સામાન્ય રીતે ફલુની બે સીઝન હોય છે. પહેલી ઓકટોબરમાં અને બીજી ફેબ્રુઆરીના અંતમાં અથવા માર્ચની શરૂઆતમાંઆ મહિનાઓ દરમ્યાન કોરોનાની નવી લહેર ઉત્પન્ન થશે. જે સીઝન પુરી થતા ખતમ થશે. એટલે કે ઓટોબરમાં શરૂ થનારી લહેર ડીસેમ્બર-જાન્યુઆરી સુધીમાં નબળી પડી જશે. અને ફેબ્રુઆરી-માર્ચમાં શરૂ થનારી લહેર મે માં ખતમ થશે.

રિસર્ચમાં એ પણ કહેવાયું છે કે ફલુની પહેલી લહેરની મુદ્દત નાની જોવા મળી છે પણ ત્યાર પછીની લહેરો અપેક્ષા કરતા લાંબી હોઇ શકે છે જો કે આના માટેક ોઇ સમયગાળો નથી બતાવાયો. રિપોર્ટમાં઼ ૧૮પ૭, ૧૮૮૯, ૧૯૧૮, ૧૯૭૭ અને ર૦૦૯ ની ફલુ અથવા ફલુ જેવી મહામારીઓનો ઉલ્લેખ કરાયો છે.

(11:59 am IST)