Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

૨૪ કલાકમાં ૨૭૩૮૧૦ નવા કેસઃ ૧૬૧૯ લોકોના મોત

કોરોના વાયરસની બીજી લહેર દેશભરમાં આતંક મચાવે છેઃ અનેક રાજ્‍યોમાં નાઈટ કર્ફયુ તથા વીકએન્‍ડ લોકડાઉન છતા દર્દીઓની સંખ્‍યા કૂદકેને ભૂસકે વધે છે : હાલ ૧૯૨૯૩૨૯ એકટીવ કેસઃ કુલ મૃત્‍યુઆંક ૧૭૮૭૬૯: દેશમાં કુલ કેસ ૧૫૦૬૧૯૧૯: રીકવર થયા ૧૨૯૫૩૮૨૧

નવી દિલ્‍હી, તા. ૧૯ :. કોરોના વાયરસની સંક્રમણની બીજી લહેરે દેશભરમાં આતંક મચાવ્‍યો છે. અનેક રાજ્‍યોમાં નાઈટ કર્ફયુ અને વીકએન્‍ડ લોકડાઉન બાદ પણ દર્દીઓની સંખ્‍યા એકધારી વધી રહી છે. સ્‍થિતિ એટલી હદે ખરાબ છે કે હોસ્‍પીટલોમાં દર્દીઓને બેડ પણ મળતા નથી. સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયના જણાવ્‍યા પ્રમાણે દેશમાં કોરોનાના નવા કેસ સામે આવ્‍યા બાદ કુલ સંક્રમિતોની સંખ્‍યા વધીને ૧ કરોડ ૫૦ લાખ ૬૧ હજાર ૯૧૯ની થઈ છે. જ્‍યારે છેલ્લા ૨૪ કલાકમાં ૨૭૩૮૧૦ નવા કેસ નોંધાયા છે અને ૧૬૧૯ લોકોના મોત થયા છે.

મંત્રાલયના જણાવ્‍યા પ્રમાણે દેશમાં અત્‍યાર સુધીમાં ૧ કરોડ ૨૯ લાખ ૫૩ હજાર ૮૨૧ લોકો સાજા થયા છે. જ્‍યારે હાલ ૧૯ લાખ ૨૯ હજાર ૩૨૯ એકટીવ કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં થયેલા મોત બાદ દેશમાં મૃતકોની સંખ્‍યા વધીને ૧ લાખ ૭૮ હજાર ૭૬૯ની થઈ છે.

મહારાષ્‍ટ્રમાં એક જ દિવસમાં ૬૮૬૩૧ નવા કેસ નોંધાયા અને ૫૦૩ લોકોના મોત થયા છે. રાજ્‍યમાં કુલ મૃત્‍યુઆંક ૬૦૪૭૩ થયો છે. હાલ ૬.૭૦ લાખ લોકો સારવાર લઈ રહ્યા છે. મુંબઈમાં ૫૩ લોકોના મોત થયા છે અને ૮૪૬૮ નવા કેસ સામે આવ્‍યા છે.

ભારતમાં ૫ એપ્રિલના રોજ સૌ પહેલી વખત ૧ લાખથી વધુ કેસ નોંધાયા હતા તે પછી ૬ એપ્રિલને બાદ કરતા રોજેરોજ ૧ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ૨ લાખથી વધુ કેસ ૧૫ એપ્રિલે પહેલીવાર નોંધાયા હતા અને ૧૪ એપ્રિલથી રોજ ૧૦૦૦થી વધુ લોકોના મોત થાય છે

(11:17 am IST)