Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

હેવાનિયતની હદ પારઃ કોરોનાગ્રસ્ત મહિલા દર્દી સાથે વોર્ડ બોયે રેપનો કર્યો પ્રયાસ

ગ્વાલિયર, તા.૧૯: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં માનવતાને શરમ જનક સ્થિતિમાં મુકે તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં, કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવેલી એક હોટલમાં દાખલ કોરોના સંક્રમિત મહિલા સાથે વોર્ડ બોયે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિવેક લોધી નામના એક વોર્ડ બોયએ રૂમની લાલચ આપી ચેકઅપના નામે કોરોના પોઝિટિવ મહિલા પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. શનિવારે રાત્રે ૧૧:૩૦ થી ૧૨ વાગ્યાની વચ્ચે આ ઘટના બની હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલાની તબિયત લથડતાં શનિવારે સવારે ઓકિસજન પર લેવામાં આવી હતી. દ્યટનાની રાત્રે ૧૧ વાગ્યે વોર્ડ બોય વિવેક લોધી મહિલાના રૂમમાં પહોંચ્યો હતો. તેણે તેમને પૂછ્યું કે તે કેવું લાગે છે, પછી મહિલાએ કહ્યું કે હજુ ઠીક નથી લાગી રહ્યું. આના પર વોર્ડ બોયે મહિલાની છાતી પર હાથ મૂકયો અને તે જ સમયે ગંદા ઇરાદાઓથી શરીરને સ્પર્શ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં, મહિલાને લાગ્યું કે, આ એક તપાસ હશે જે કોવિડ દર્દીઓને કરવાની હશે, પરંતુ જયારે વોર્ડ બોયે અલગ-અલગ બાબતો શરૂ કરવાનું કર્યું, ત્યારે તેણે તેમને ના પાડી અને આરોપી ઓરડામાંથી બહાર નીકળી ગયો.

આના થોડા સમય બાદ રાત્રે લગભગ ૧૨ વાગ્યે આરોપી વોર્ડ બોય વિવેક લોધી ફરી મહિલા દર્દીના રૂમમાં આવ્યો હતો અને અંદરથી રૂમ બંધ કરી દીધો. તેણે મહિલાને પૂછ્યું કે, કેવું લાગી રહ્યું છે. ત્યારે મહિલાએ કહ્યું ઠીક છે. પણ તમે અહીંથી જાઓ, પરંતુ આરોપીએ કહ્યું કે, હાર્ટ બીટ તો નથી વધીને. આટલું કહીને તેણે મહિલા સાથે છેડતી કરવાનું શરૂ કરી દીધું હતું અને જબરદસ્તી કરવા લાગ્યો. તેની નિયત જાણીને પીડિતાએ બુમો પાડવાનું શરૂ કર્યું તો આરોપી ત્યાંથી ભાગી ગયો.

ગ્વાલિયરના એએસપી હિતિકા વસલે જણાવ્યું કે, વોર્ડ બોય વિવેક લોધીએ મોડીરાત્રે કોરોના સંક્રમિત મહિલા દર્દીની છેડતી અને બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આરોપી સામે સંબંધિત કલમોમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

(11:04 am IST)
  • ચીનના કબ્‍જાગ્રસ્‍ત હોંગકોંગે ભારતથી આવતી તમામ ફલાઈટો ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે : પાકિસ્‍તાન અને ફીલીપાઈન્‍સની ફલાઈટો ઉપર પણ બાન મૂકી દીધો છે access_time 11:49 am IST

  • રેલ્વે આ સાથેની સૂચિ મુજબના રાજ્યોમાં નિ:શુલ્ક ઓક્સિજન પૂરો પાડશે : મહારાષ્ટ્ર 1500 મેટ્રિક ટન, ઉત્તરપ્રદેશ 800 મેટ્રિક ટન, દિલ્હી 350 મેટ્રિક ટન, પંજાબ 300 મેટ્રિક ટન, છટ્ટીસગઢ 250 મેટ્રિક ટન, ગુજારાત 200 મેટ્રિક ટન, બિહાર 200 મેટ્રિક ટન, ઝારખંડ 200 મેટ્રિક ટન access_time 9:34 am IST

  • ભારતમાં કોરોનાએ બોકાસો બોલાવ્યો: માત્ર ૨૪ કલાકમાં પોણા ત્રણ લાખ નવા કેસ, ૧૬૧૯ના જીવ ગયા, ચારેકોર મોતનું તાંડવ: અમેરિકામાં માત્ર ૪૩ હજાર: બ્રાઝિલમાં ૪૨ હજાર, ફ્રાન્સમાં ૨૯ હજાર: જ્યારે ઇંગ્લેન્ડમાં માત્ર ૧૮૦૦ અને યુનાઇટેડ આરબ અમીરાતમાં પણ ૧૯૦૦ આસપાસ કેસ નોંધાયા access_time 10:18 am IST