Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

ફલેવર્ડ દૂધ પર ૧૨ ટકા જીએસટી લાગશે

નવી દિલ્હી,તા. ૧૯:  ફ્લેવર્ડ દૂધ પર ૧૨ ટકા જીએસટી લાગશે, એમ ગુજરાત ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ (એએઆર)એ કહ્યું હતું.

અમૂલ કૂલ અને કૂલ કેફે ટ્રેડ નામ હેઠળ કંપની જે ફ્લેવર્ડ દૂધ વેચે છે તેના પર જીએસટી હેઠળ કરવેરાને મામલે અમૂલ બ્રાન્ડ હેઠળ ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરતા ગુજરાત કો.ઓ. મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ.એ એએઆરનો સંપર્ક સાધ્યો હતો.

અરજકર્તાએ એએઆર સમક્ષ રજૂઆત કરતા કહ્યું હતું કે ફેટ કધટેન્ટ અનુસાર ફ્લેવર્ડ દૂધ એ તાજા દૂધનો માનાંક છે. આ દૂધને ચોક્કસ તાપમાને ગરમ કરી ગાળ્યા બાદ જંતુમુકત કરી તેમાં સાકાર અને વિવિધ સુગંધ ભેળવી બાટલીમાં ભરવામાં આવે છે.

ફ્લેવર્ડ દૂધને 'બિવરેજ કધટેઈનિંગ મિલ્ક'માં વર્ગીકૃત કરવામાં આવે છે જે જીએસટી હેઠળ ૧૨ ટકા કરવેરાને પાત્ર છે, એમ તેમણે કહ્યું હતું.

(10:06 am IST)