Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

રસીને વધુ અસરકારક બનાવવા પ્રયોગ

કોરોનાથી સાજા થયેલા લોકોના શરીરમાં ફરીથી જીવતા વાયરસ નાખશે ઓકસફર્ડ

તમામ લોકોના શરીરમાં કોરોના વાયરસની વુહાન સ્ટ્રેન નાંખવામાં આવશે

લંડન, તા.૧૯: દુનિયાભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. કોરોનાની રસીના ૨ ડોઝ લીધા બાદ પણ અનેક લોકો સંક્રમિત જોવા મળ્યા છે. જોકે આવા લોકો પર ઓછી અસર જણાઈ રહી છે. હવે રસીને હજું વધારે અસરકારક બનાવવા માટે ઓકસફોર્ડ યુનિવર્સીટીએ નવી રીતે તૈયારીઓ શરુ કરી છે. આ અંતર્ગત એવા લોકોના શરીરમાં જીવતા વાયરસ નાંખવામાં આવશે. કોરોનાથી સાજા થઈ ચૂકયા છે. ઉલ્લેખનીય છે કે ઓકસફોર્ડ યુનિવર્સીટીના એસ્ટ્રાજેનેકાની સાથે મળીને કોરોનાની રસી તૈયાર કરી છે. જે ભારતમાં કોવાશિલ્ડના નામથી ઓળખાય છે.

સમાચાર એજન્સી બ્લૂમબર્ગના જણાવ્યાનુંસાર ઓકસફોર્ડ યૂનિવર્સીટીના રિસર્ચ કરનારા વૈજ્ઞાનિકોએ આવા ૬૪ સ્વસ્થ વોલેન્ટિયર્સની શોધ છે જે પહેલા કોરોનાને હરાવી ચૂકયા છે. તેવા લોકોની ઉંમર ૧૮-૩૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ. યુનિવર્સીટીના જણાવ્યાનુસાર આ તમામ લોકોના શરીરમાં કોરોના વાયરસની વુહાન સ્ટ્રેન નાંખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૯માં કોરોના વાયરસની શરુઆતના મામલા પહેલા ચીનના વુહાનના શહેરમાં આવ્યા હતા.

ઓકસફોર્ડ યુનિવર્સીટીના જણાવ્યાનુંસાર જે ૬૪ લોકોમાં કોરોના વાયરસના સ્ટ્રેન ફરી નાંખવામાં આવશે તેમને ૧૭ દિવસ સુધી કવોરેન્ટાઈનમાં રાખવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક મહિનામાં જ આ સ્ટડીનો રિપોર્ટ આવી જશે. આના પરિણામોથી વૈજ્ઞાનિકોને વધારે અસરકારક રસી બનાવવામાં મદદ મળશે. આ ઉપરાંત એ પણ જાણી શકાશે કે ફરી કેટલા દર્દીઓને સંક્રમણ થઈ રહ્યું છે. હાલમાં જ એક રિસર્ચથી જાણી શકાયું છે કે ૧૦ ટકા વયસ્કોમાં કોરોનાના ફરી સંક્રમણ થઈ રહ્યું છે.

ઓકસફોર્ડે કહ્યું કે અધ્યયન અંતર્ગત એ જાણવામાં આવશે કે કોઈ વ્યકિત ફરી લગભગ કેટલા દિવસ બાદ  કોરોના વાયરસથી સંક્રમણ થઈ શકે છે. અધ્યયનના બીજા ચરણમાં બિમારોના એક ગ્રુપને ડોઝ આપવામાં આવશે અને તેમની ઈમ્યુનિટીનું અધ્યયન કરવામાં આવશે. જો કે દુનિયાના અનેક વૈજ્ઞાનિકોએ આ વાતને લઈને ચિંતા વ્યકત કરી છે કે ફરી કોઈના શરીરમાં વાયરસ નાંખવાથી સંકટ વધી શકે છે. તેમનું કહેવું છે કે લાંબા સમય સુધી આની શરીર પર શું અસર થશે તે વિશે હજું કંઈ કહી શકાય નહીં.

(10:00 am IST)
  • સ્ટેશનરી પેપર બુક્સ મર્ચન્ટ ઍસો. દ્વારા કાલથી શનિવાર સુધી અડધા દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન : તમામ સ્ટેશનરી, વેપારી અને કાલે તા. ૨૦ થી ૨૪ ઍપ્રિલ મંગળવાર સુધી સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી સ્વૈચ્છિક રીતે ચુસ્ત લોકડાઉન પાળવા ઍસોસીઍશનની અપીલ access_time 6:18 pm IST

  • "સિસ્ટમનું પતન થશે" : યુ.પી. માં અલ્હાબાદ હાઇકોર્ટ આકરાપાણીએ : ઉત્તરપ્રદેશના પાંચ શહેરોમાં 26 એપ્રિલ સુધી લોકડાઉન નો આદેશ કર્યો : સરકારની ઝાટકણી કાઢતા કોર્ટે કહ્યું, "લખનૌમાં મુખ્ય પ્રધાન પણ આઇસોલેશનમાં છે. જો લોકપ્રિય સરકારની રોગચાળા દરમિયાન જાહેર હિલચાલની તપાસ ન કરવાની પોતાની રાજકીય મજબૂરી હોય, તો આપણે ફક્ત નિષ્ક્રિય દર્શકો તરીકે જોઈ શકીએ નહીં! access_time 6:10 pm IST

  • પંજાબના મુખ્યમંત્રીએ COVID19 પરિસ્થિતિની સમીક્ષા કરી : 20 થી 30 એપ્રિલ દરમ્યાન નાઇટ કર્ફ્યુનો સમય વધારીને સાંજે 8 થી સવારે 5 નો કર્યો, તમામ બાર, સિનેમા હોલ, જિમ, સ્પા, કોચિંગ સેન્ટરો, સ્પોર્ટસ સંકુલ બંધ કરવાનો આદેશ આપ્યો : લગ્ન અને અંતિમ સંસ્કાર સહિતના મેળાવડામાં 20 થી વધુ લોકો પર પ્રતિબંધ : આ સાથે સરકારી અને ખાનગી લેબ્સ દ્વારા RT-PCR અને રેપિડ એન્ટિજેન ટેસ્ટ ના દરો અનુક્રમે રૂ. 450 અને રૂપિયા 300 કરવામાં આવ્યા હોવાનું મુખ્યમંત્રી કાર્યાલયે જાહેર કર્યું access_time 4:47 pm IST