Gujarati News

Gujarati News

News of Sunday, 19th April 2020

લોકડાઉન વચ્ચે કાલથી દેશમાં મર્યાદિત પ્રવૃત્તિઓને શરૂ કરાશે

વધુ કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં કોઇપણ પ્રવૃત્તિને લીલીઝંડી હાલ અપાશે નહીં : કોરોના કહેર અને રિટેલર્સના વિરોધ વચ્ચે માર્ગદર્શિકામાં કરાયેલ ફેરફાર : હેલ્થકેર, કૃષિ, હોર્ટિકલ્ચર, પશુપાલન સહિતની પ્રવૃત્તિઓને બહાલી : પ્રાઇવેટ અને કોમર્શિયલ કંપનીઓને કામો કરવાની છુટ : કન્સ્ટ્ર્ક્શન કામગીરી કરાશે

નવીદિલ્હી,તા. ૧૯ : કોરોના વાયરસના હાહાકાર અને લોકડાઉન-૨ની સ્થિતી વચ્ચે આવતીકાલથી મહારાષ્ટ્ સહિતના અનેક રાજ્યોમા મર્યાદિત નાણાંકીય પ્રવૃૃતિઓ શરૂ થવા જઇ રહી છે. આના કારણે સામાન્ય લોકોની સ્થિતી આંશિક રીતે હળવી બની શકે છે. આશરે એક મહિનાના ગાળા બાદ કેટલાક લોકો આવતીકાલથી કામ ઉપર નિકળી શકશે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આજે ટ્વિટ કરીને એવી યાદી જાહેર કરી હતી જેમાં લોકડાઉનમાં છુટછાટ મળનાર છે. હેલ્થકેર, કૃષિ, હોર્ટિકલ્ચર, મછલી પાલન, પશુપાલનને આવતીકાલથી છુટછાટ મળી ગઈ છે. રિટેલર્સ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યા બાદ તથા કોરોનાના કહેર વચ્ચે સરકારે આજે ગાઇડલાઇન્સમાં જરૂરી સુધારા કર્યા હતા. ૨૧ દિવસના લોકડાઉનને વધારી ૪૦ દિવસ કરવામાં આવ્યા બાદ આવતીકાલથી કેટલીક રાહતો સાથે મર્યાદિત પ્રવૃત્તિઓ શરૂ થઇ રહી છે. ઘણી જગ્યાઓ ઉપર ૫૦ ટકા વર્કરો સાથે કામ શરૂ થશે. મોબાઇલ, ટીવી, ફ્રિજ જેવી બિનજરૂરી ચીજવસ્તુઓની ડિલિવરી હવે થઇ શકશે નહીં. કોમર્શિયલ અને પ્રાઇવેટ કંપનીઓને કામ કરવાની મંજુરી મળી છે.

           મેડિકલ અને વેટિનરી કેર અને જરૂરી ચીજવસ્તુઓની ખરીદી માટે પ્રાઇવેટ વાહનોનો ઉપયોગ કરી શકાશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ ઓફિસો ખુલી જશે. ઇન્ડસ્ટ્રી અને ઔદ્યોગિક એકમોમાં કામ કરવાની મંજુરી મળી રહી છે.  જો કે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાને કઠોર રીતે પાળવાની રહેશે. માર્ગદર્શિકા ન પાળનાર સામે પગલા લેવામાં આવશે. તેમની પ્રવૃતિને તરત જ બંધ કરી દેવામાં આવનાર છે. આવતીકાલથી ખેડૂતો સાથે જોડાયેલી તમામ કામીગીરીને લીલીઝંડી આપી દેવામાં આવી છે. ખેતી સાથે જોડાયેલી તમામ ગતિવિધિઓ ચાલુ રહી શકશે.  કૃષિ સાધનોની દુકાનો, સારવાર અને સ્પેરપાર્ટ્સની દુકાનો ખુલ્લી રહી શકશે. ખાતર, બિયા, જંતુનાશકના નિર્માણ અને વિતરણની ગતિવિધિ પણ આવતીકાલથી ચાલુ રહી શકશે. કેન્દ્ર સરકારે લોકડાઉન-૨ની જાહેરાત કર્યા બાદ આગલા દિવસે એટલે કે ૧૫મી એપ્રિલના દિવસે  માર્ગદર્શિકા જારી કરીને તમામ વિગતો જાહેર કરી હતી. આવતીકાલથી આઈટી સાથે જોડાયેલી કંપનીઓને વર્કફોર્સના ૫૦ ટકા સ્ટ્રેન્થની સાથે કામ કરવાની મંજુરી આપી દેવામાં આવી છે.

                ઇ-કોમર્સ કંપનીઓની ગતિવિધિ, તેમના ઓપરેટરોની ગાડીઓને છુટછાટ આપવામાં આવી  રહી છે.  ડીટીએચ અને કેબલ સર્વિસને પણ છુટછાટ અપાઈ છે જેમાં કેટલીક શરતો તમામને પાળવાની રહેશે.  તમામ છુટછાટનો આવતીકાલે  ૨૦મી એપ્રિલના દિવસથી અમલી કરવામાં આવનાર છે. કાપણી અને આગામી દિવસોમાં નવી વાવણીની સિઝનને ધ્યાનમાં લઇને ખેતી અને ખેડુતો સાથે જોડાયેલા તમામ કામોને છુટછાટ આપી દેવામાં આવી છે. જો કે તમામ છુટછાટ શરતી રહેશે. ફ્લેટના નિર્માણને પણ શરતી રીતે મંજુરી આપી દેવામાં આવી છે. લોકડાઉન-૨ દરમિયાન કેટલીક ગતિવિધીઓને ચાલુ કરવામાં આવી રહી છે. આવતીકાલથી  કાપણી સાથે સંબંધિત મશીનોને એક રાજ્યથી બીજા રાજ્યમાં લઇ જવા પર કોઇ પ્રતિબંધ રહેશે નહીં. મત્સ્ય પાલન સાથે જોડાયેલી ગતિવિધીઓ પણ જારી રહેનાર છે. દુધ અને દુધ ઉત્પાદનના પ્લાન્ટ તેમજ તેમનામાંથી પુરવઠા સાથે સંબંધિત કામગીરી પણ નિયમો સાથે આવતીકાલથી શરૂ થનાર છે.  પ્રાણીઓના ચારા સાથે સંબંધિત પ્લાન્ટ, રો મેટેરિયલના પુરવઠાને પણ જારી રાખવા લીલીઝંડી આપવામાં આવ્યા બાદ હવે તેમની પ્રવૃતિઓ પણ આવતીકાલથી માર્ગદર્શિકા સાથે આગળ વધી શકશે. 

              ગ્રામીણ ક્ષેત્રોમાં કામ કરનાર ઉદ્યોગોને તેમની પ્રવૃતિઓ આવતીકાલથી શરૂ કરવાની મંજુરી આપી દેવામાં આવી છે.  સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં મેન્યુફેકચરિંગ અને બીજા ઔદ્યોગિક એકમો, નિકાસ સાથે જોડાયેલા એકમોને શરતી રીતે કામ કરવાની તક આપી દેવામાં આવી છે. અહીં આ લોકો પોતાના કામ શરૂ કરી શકે છે. જો કે  અહીં તેમને પોતાના વર્કરોને ત્યાં જ રોકાવવાની વ્યવસ્થા કરવાની રહેશે. વર્કરોને કામના સ્થળ પર લાવવાની જવાબદારી કંપનીની રહેશે. સાથે સાથે આ ગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોને પણ કઠોર રીતે પાળવાના રહેશે. માર્ગોના સમારકામ અને નિર્માણની છુટછાટ આપી દેવામાં આવી છે. બેંક શાખાઓ, એટીએમ અને પોસ્ટલ સર્વિસને ચાલુ રખાશે.

કિરાણાની દુકાનો, રેશનિંગ દુકાનો, ફળ, શાકભાજી, માસ ખાસ ડેયરી મિલ્ક બુથને દુકાનોને ખુલી રાખવા માટેની મંજુરી આપી દેવામાં આવી છે. સરકારી કામમાં લાગેલી ડેટા અને કોલ સર્વિસ સેન્ટરને મંજુરી આપી દેવામાં આવી છે. પ્રાઇવેટ સિક્યુરિટી સર્વિસને પણ મંજુરી આપી દેવામાં આવી છે. આઇ સાથે સંબંધિત કંપનીઓને વર્કફોર્સના ૫૦ ટકા સ્ટ્રેન્થ સાથે કામ કરવાની મંજુરી આપી દેવામાં આવી છે. જો કે જોખમી વિસ્તારમાં આની મંજુરી રહેશે નહીં.

લોકડાઉનમાં આ પ્રવૃત્તિ શરૂ

એક મહિનાના ગાળા બાદ લોકો કામ ઉપર જશે

નવીદિલ્હી,તા. ૧૯ ; કોરોના વાયરસના હાહાકાર અને લોકડાઉન-૨ની સ્થિતી વચ્ચે આવતીકાલથી મહારાષ્ટ્ સહિતના અનેક રાજ્યોમા મર્યાદિત નાણાંકીય પ્રવૃૃતિઓ શરૂ થવા જઇ રહી છે. આના કારણે સામાન્ય લોકોની સ્થિતી આંશિક રીતે હળવી બની શકે છે. આશરે એક મહિનાના ગાળા બાદ કેટલાક લોકો આવતીકાલથી કામ ઉપર નિકળી શકશે. કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે આજે એવી સર્વિસ અને એક્ટિવીટીની યાદી જારી કરી હતી જેમાં આવતીકાલથી છુટછાટ રહેશે જે નીચે મુજબ છે.

*   આરોગ્ય સેવાઓ જારી રહેશે. આયુષ સેવાઓ પણ કાર્યરત રહેશે

*   તમામ પ્રકારની કૃષિ, હોર્ટિકલ્ચર ગતિવિધિઓ કરી શકાશે

*   મછલીપાલન સાથે જોડાયેલી ગતિવિધિઓનું સંચાલન થઇ શકશે

*   ચા, કોફી, રબરના પ્લાન્ટેશન કરી શકાશે. આના માટે ૫૦ ટકા વર્કરોની સાથે કામ કરવાની મંજુરી

*   પશુપાલનને કરવાની પણ છુટછાટ આપવામાં આવી

*   સોશિયલ સેક્ટરમાં કામકાજ યથાવતરીતે ચાલશે

*   પેટ્રોલ પંપ જેવી પબ્લિક યુટિલીટી સેવાઓને છુટછાટ આપવામાં આવી

*   ચીજવસ્તુઓની અવરજવરને મંજુરી અપાશે

*   મનરેગા સાથે જોડાયેલી ગતિવિધિઓને મંજુરી રહેશે પરંતુ સોશિયલ ડિસ્ટેન્સિંગ અને ફેસ માસ્ક પહેરવાનો રહેશે

*   જરૂરી ચીજવસ્તુઓના સપ્લાયને લીલીઝંડી રહેશે

*   કોમર્શિયલ અને પ્રાઇવેટ કંપનીઓને કામ કરવાની છુટછાટ રહેશે

*   ઇન્ડસ્ટ્રી, ઔદ્યોગિક એકમો જેમાં સરકારી અને ખાનગી કામગીરીનો સમાવેશ થાય છે તેને મંજુરી

*   કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા તમામ કામ કરી શકાશે

*   મેડિકલ અને વેટિનરી કેયર અને જરૂરી ચીજવસ્તુઓની ખરીદીદારી જેવી સેવાઓ માટે પ્રાઇવેટ વાહનોનો ઉપયોગ કરી શકાશે

*   જે લોકો છુટછાટ મળેલી હોય તેવી કેટેગરીમાં કામના સમયમાં જઇ રહ્યા છે તેમને મંજુરી રહેશે

*   કેન્દ્ર અને રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશોની ઓફિસો ખુલ્લી રહેશે

કઈ પ્રવૃત્તિ હાલ બંધ રહેશે

ધાર્મિક સ્થાનો, પરિવહન સેવાઓ બંધ રહેશે

નવીદિલ્હી,તા. ૧૯ : કોરોના વાયરસના હાહાકાર અને લોકડાઉન-૨ની સ્થિતી વચ્ચે આવતીકાલથી મહારાષ્ટ્ સહિતના અનેક રાજ્યોમા મર્યાદિત નાણાંકીય પ્રવૃૃતિઓ શરૂ થવા જઇ રહી છે. આના કારણે સામાન્ય લોકોની સ્થિતી આંશિક રીતે હળવી બની શકે છે. આશરે એક મહિનાના ગાળા બાદ કેટલાક લોકો આવતીકાલથી કામ ઉપર નિકળી શકશે. જો કે, હજુ કોરોના વાયરસના કહેર વચ્ચે ઘણી પ્રવૃત્તિઓ યથાવતરીતે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો પણ હજુ બંધ રહેશે. કઇ પ્રવૃત્તિને હજુ મંજુરી મળી નથી તે નીચે મુજબ છે.

*   લગ્ન પ્રસંગના કાર્યક્રમો હાલમાં બંધ રહેશે

*   જીમ સંબંધિત ફિટનેસ સેન્ટરો પણ બંધ રહેશે

*   તમામ પ્રકારના ધાર્મિક સ્થળોને હાલ બંધ રખાશે

*   માલગાડી સિવાયની તમામ પેસેન્જર સેવા ટ્રેનોની બંધ રહેશે

*   સુરક્ષાના હેતુ સિવાયની તમામ પ્રકારની યાત્રીઓની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વિમાની સેવા બંધ

*   જાહેર પરિવહન માટેની બસ સેવા હાલમાં બંધ રહેશે

*   તમામ ઔદ્યોગિક અને કોમર્શિયલ પ્રવૃત્તિઓ બંધ રહેશે

*   ઓટો રિક્શા અને સાયકલ રિક્શા સહિત ટેક્સીઓ અને કેબ સેવાઓ બંધ રહેશે

*   તમામ સિનેમા હોલ, મોલ, શોપિંગ કોમ્પ્લેક્ષ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સ્વિમિંગપુર, એન્ટરટેઇન્મેન્ટ પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ બંધ રહેશે

*   તમામ સામાજિક ને રાજકીય, રમત-ગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો પર બ્રેક રહેશે

*   મંદિર અને મસ્જિદ સહિત તમામ ધાર્મિક સ્થળો બંધ રહેશે

*       અંતિમસંસ્કાર, દફનવિધિના મામલાઓમાં પણ ૨૦થી વધુ લોકોને પરવાનગી અપાશે નહીં

(7:52 pm IST)