Gujarati News

Gujarati News

News of Sunday, 19th April 2020

ફોર્બ્સ મેગેઝીને બહાર પાડેલી વિશ્વના સૌથી વધુ 2100 જેટલા ધનિકોની યાદી : 2 મહિલા સહીત 9 ઇન્ડિયન અમેરિકને સ્થાન મેળવ્યું

વોશિંગટન : વિશ્વ પ્રસિદ્ધ ફોર્બ્સ મેગેઝીને તાજેતરમાં સતત 34 માં વર્ષે વિશ્વના સૌથી વધુ ધનિકોની યાદી બહાર પાડી છે. 2095  ધનિકોની આ યાદીમાં 2 મહિલા સહીત 9 ઇન્ડિયન અમેરિકને સ્થાન મેળવ્યું છે.
આ 9 ઇન્ડિયન અમેરિકનોમાં પણ સૌથી વધુ ધનિક તરીકે સિમ્ફની ગ્રુપના સી.ઈ.ઓ.શ્રી રોમેશ વઢવાણી અગ્ર સ્થાને છે.જેઓ 3.4 બિલિયન ડોલરની સંપત્તિ સાથે ફોર્બ્સના લિસ્ટમાં 565 માં સ્થાને છે.આ ઉપરાંત સ્થાન મેળવનાર અન્ય 8 ઇન્ડિયન અમેરિકન ધનિકોમાં શ્રી જય ચૌધરી ,શ્રી રાકેશ ગંગવાલ ,શ્રી કવિતારક રામ શ્રીરામ ,શ્રી વિનોદ ખોસલા ,શ્રી અનિલ ભુસરી ,શ્રી ભરત દેસાઈ ,સુશ્રી નીરજા શેઠી ,તથા સુશ્રી જયશ્રી ઉલ્લાલનો સમાવેશ થાય છે.
પ્રથમ ક્રમે 113 બિલિયન ડોલરની સંપત્તિ સાથે એમેઝોનના સી.ઈ.ઓ.શ્રી જેફ બેઝોસ ,તથા બીજા ક્રમે શ્રી બિલ ગેટ્સ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:12 pm IST)