Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો જન્મદિનઃ કારોબારી ગુણોને ધ્યાનમાં રાખીને વ્યવસાયમાં અનેક શિખરો સર કર્યા

નવી દિલ્હી: એશિયાનો સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani) આજે 62 વર્ષના થઇ ગયા છે. તેમનો જન્મ 19 એપ્રિલ 1957માં થયો હતો. હાલમાં જ ટાઇમ મેગેઝીને તેમનું નામ 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિમાં સામેલ કર્યું છે. પિતા ધીરૂભાઇ અંબાણીથી વિરાસતમાં મળેલા બિઝનેસના ગુણોથી મુકેશ અંબાણી દિવસેને દિવસે સફળતા મેળવી રહ્યાં છે. ટેલીકોમ ઇન્ડસ્ટ્રીમાં ઘમાલ મચાવનાર તેમની કંપની રિલાયન્સ જિઓ (Reliance Jio)એ હાલમાં જ 30 કરોડ યૂઝર્સના આંકડાને પાર કરી લીધો છે. આગળ વાંચો મુકેશ અંબાણીએ કયા કારોબારી ગુણોને ધ્યાનમાં રાખી તેમણે તેમના વ્યવસાયને આગળ વધાર્યો છે. જો તેમે પણ આ ગુણોને તમારા બિઝનેસમાં ઉતારો છો તો તમને પણ ફાયદો થઇ શકે છે.

કસ્ટમર ઇઝ બોસ

બિઝનેસમાં તમારો બોસ તમારો ગ્રાહક હોય છે. કારોબારમાં ક્યારે પણ એવું પગલું ના ભરવું જોઇએ કે, જેનાથી તમારા ગ્રાહકને નુકસાન ઉઠાવવું પડે. તમારે બિઝનેસમાં હમેશાં ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને જ નિર્ણય કરવો જોઇએ.

તમારૂ લક્ષ્ય નક્કી કરો

બિઝનેસમાં સફળતા માટે જરૂરી છે કે, તમે તમારું લક્ષ્ય નક્કી કરો. તમારું લક્ષ્ય એકદમ સ્પષ્ટ હોવું જોઇએ અને તેને હાસંલ કરવા માટે પૂરી મહેનત કરો. મુકેશ અંબાણીએ નેસકોમમાં પણ કહ્યુ હતુ કે, જીવનમાં આગળ વધવા માટે લક્ષ્ય નક્કી કરવું જરૂરી છે. લક્ષ્ય નક્કી કર્યા વગર તમે તમારા માર્ગથી ભટકી શકો છો.

હારથી ડરો નહીં

જીવનમાં આવનારી સમસ્યાઓથી ડરીને ભાગી જવાના બદલે સામનો કરવો જોઇએ. તે જાણવાનો પ્રયત્ન કરોવા જોઇએ કે સમસ્યા ક્યાંથી શરૂ થઇ અને તેનું કારણ શું છે. બિઝનેસમાં આવનારી સમસ્યાઓને હલ કરવા પર તમારું ધ્યાન હોવું જોઇએ. તમારી મહેનત ક્યારેય બેકાર નથીં જતી.

સકારાત્મક વિચાર

જીવનમાં બિઝનેસ અથવા નકોરીમાં સફળતા માટે સૌથી જરૂરી છે સકારાત્મક વિચાર. તમે હમેશા પોઝીટીવ રહો. પોઝીટીવ રહેવાથી તમારી અપ્રોચ પ્રોઝીવીટી રહેશે અને તમને સરળતાથી સફળતા મળશે. તેના માચે તમારે તમારી આસ-પાસ હાજર લોકોમાં પણ સકારાત્મકતા ફેલાવવી પડશે.

રિલેશનમાં વિશ્વાસ જરુરી

વ્યાપારમાં સફળ થવા માટે જરુરી છે સારા રિલેશન અને તેમના પ્રતિ તમારો વિશ્વાસ. સંબંધોમાં કરવામાં આવેલ વિશ્વાસ તમારું જીવન બદલી શકે છે. બિઝનેસમાં વિશ્વાસપાત્ર લોકોની ઓળખ જરુરી છે.

(5:05 pm IST)