Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

અેક જ પરિવારના પ લોકોની સામુહિક હત્યા મામલે હમીરપુરના ભાજપના ધારાસભ્ય સહિત અડધો ડઝન આરોપીઓને જન્મટપની સજા ફટકારની અલ્‍હાબાદ હાઇકોર્ટ

Alternative text - include a link to the PDF!

હમીરપુર: એક જ પરિવારના પાંચ લોકોની સામૂહિક હત્યાના મામલે હમીરપુરના ભાજપના ધારાસભ્ય અશોકસિંહ ચંદેલ સહિત અડધા ડઝન આરોપીઓને હાઈકોર્ટે જન્મટીપની સજા ફટકારી છે. અલાહાબાદ હાઈકોર્ટના આદેશ બાદ પીડિત પરિવારને 22 વર્ષ બાદ ન્યાય મળ્યો છે. મળતી માહિતી મુજબ 26 જાન્યુઆરી 1997ના રોજ એક જ પરિવારના પાંચ લોકોની હત્યા થઈ હતી. આ મામલે હાઈકોર્ટે ભાજપના ધારાસભ્ય સહિત અડધા ડઝન આરોપીઓને દોષિત ઠેરવતા સજાની જાહેરાત કરી છે.

પીડિત પરિવારને કોર્ટ પર હતો ભરોસો

મળતી માહિતી મુજબ હાઈકોર્ટના જસ્ટિસ રમેશ સિન્હા અને ડી કે સિંહએ આ ચુકાદો આપ્યો. ચુકાદા બાદ પીડિત પરિવારે જજનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે 22 વર્ષ બાદ ન્યાયની માગણી આજે પૂરી થઈ. પરિવારના લોકોનું કહેવું છે કે તેમને હાઈકોર્ટ પર વિશ્વાસ હતો. તેમણે કહ્યું કે હત્યાકાંડમાં માર્યા ગયેલા લોકોના આત્માને હવે શાંતિ મળશે.

અશોકસિંહ ચંદેલ - રાજીવ શુક્લા વચ્ચે જૂની અદાવત

અશોકસિંહ ચંદેલ અને રાજીવ શુક્લા વચ્ચે જૂની અદાવત હતી. 26 જાન્યુઆરી 1997માં રાજીવ શુક્લાના પરિવારના 3 સભ્યો સહિત પાંચ લોકોની હત્યા થઈ હતી. જેમાં રાજીવ શુક્લાના મોટા ભાઈ રાજેશ શુક્લા, રાકેશ શુક્લા, રાકેશના પુત્ર ગણેશ ઉપરાંત વેદ પ્રકાશ નાયક અને શ્રીકાંત પાંડે હતાં. વેદ પ્રકાશ અને શ્રીકાંત અંગત સુરક્ષાકર્મી હતાં.

નીચલી કોર્ટે છોડી મૂક્યા હતાં

સામૂહિક હત્યાકાંડના દોષિતોને નીચલી કોર્ટે છોડી મૂક્યા બાદ રાજીવ શુક્લાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યાં હતાં. હાઈકોર્ટે કેસની ફરીથી સુનાવણી હાથ ધરી અને આરોપીઓ વિરુદ્ધ પુરાવા સાબિત થતા સજા સંભળાવી.

(4:56 pm IST)