Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

કોંગ્રેસના મહામંત્રીએ કહ્યું હતુ કે અમારે પોલીસ બંદોબસ્તની જરૂર નથી

વઢવાણ :. વઢવાણ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેકટર સી.એ. એરવાડીયા જરૂરી પોલીસ બંદોબસ્ત સાથે હાર્દિક પટેલની સભામાં હાજર હતા. ત્યારે સ્ટેજ ઉપરથી સુરેન્દ્રનગર શહેર કાર્યકારી કોંગ્રેસ પ્રમુખ તથા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ગીરીરાજસિંહ સજુભા ઝાલા સહિતનાએ માઈકમાં એનાઉન્સ કરીને જણાવ્યુ હતુ કે પી.એસ.આઈ. એરવાડીયા તમો પુરતા પોલીસ બંદોબસ્ત સાથે આવેલ છો પરંતુ અમારે પોલીસ બંદોબસ્તની કોઈ જરૂર નથી તમે સાઈડમાં બેસી જાવ તેવુ કહેતા પોલીસ સબ ઈન્સ્પેકટર એરવાડીયા તથા બંદોબસ્તમાં હાજર પોલીસ કર્મચારીઓ સ્ટેજ તથા આજુબાજુ ઉભા રહીને બંદોબસ્ત જાળવ્યો હતો.

(4:02 pm IST)