Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

લગ્ન વીમાનું તેજીથી વધી રહ્યું છે ચલણ

લગ્નના ખર્ચના અંદાજે એક ટકાના પ્રીમિયમ લેખે ચુકવણી કરીને સંપૂર્ણ લગ્નને કરી શકાય છે સુરક્ષિત : લગ્ન સમારોહમાં કોઈ દુર્દ્યટના બનવા પર વીમા કંપનીઓ પાસેથી લઇ શકાશે વીમો

નવી દિલ્હી, તા.૧૯: લગ્નની મોસમ આવી ચુકી છે. બદલતા સમયની સાથે લગ્નની શાજ-શજાવટ, ભવ્યતા અને ખર્ચને જોઈને વીમા કંપનીઓ વેડિંગ ઇન્સીયોરન્સ (લગ્ન વીમા)ની ફાળવણી કરવામાં આવી રહી છે.તેનું ચલણ તેજીથી વધી રહ્યું છે. આ પોલિસીને તમે લગ્ન ખર્ચના અંદાજે એક ટકા પ્રીમિયમની ચુકવણી અંગે સંપૂર્ણ લગ્નને સુરક્ષિત કરી શકે છે.

 પોલિસી લેવા પર તમને લગ્ન રદ્દ થવા પર, ઘરેણાં ચોરી અથવા લગ્ન સમારોહ દરમ્યાન કોઈ આકસ્મિક ઘટનાથી થતા નુકશાનની ભરપાઈ કરવામાં આવી રહી છે. દેશમાં દર વર્ષે અંદાજે ૮૫થી એક કરોડ લગ્ન થાય છે. જેમાં કરોડો રૂપિયા ખર્ચ થાય છે.દુલ્હા- દુલ્હનના મોંઘા ડ્રેસથી માંડીને ઘરેણાનું પણ લાખોનું બજેટ હોય છે. જો લગ્ન સમારોહમાં કોઈ અપ્રિય ઘટના ઘટે છે તો લગ્ન વીમો હોય તો એનો દાવો મળી જાય છે. તે વાત તેના પર નિર્ભર કરે છે કે કેટલી રકમનો વીમો કરવામાં આવી રહ્યો છે.

જો કોઈ કારણવશ લગ્ન રદ્દ કરવામા આવ્યા તો દાવો મળે છે. જોકે કંપનીની પસંદગી કરીને સાવધાની જરૂર રાખો.વીમાધારકને વીમો લેવા અંગેના ચાર ફાયદા મળે છે. ઉત્ત્।રદાયિત્વ વીમો જેમાં લગ્ન સમારોહ દરમ્યાન દુર્દ્યટનાના કારણે કોઈ ત્રીજા પક્ષને કોઈ પણ નુકશાનની ભરપાઈ કરવામાં આવે છે. પ્રોપર્ટીને નુકશાન થાય તો તેના હેઠળ કવર આપવામાં આવે છે.લગ્ન મોકૂફ થવાનો વીમો જેમાં વીમા કંપની સંપૂર્ણ ખર્ચની ભરપાઈ કરે છે. દુર્દ્યટના થવા પર દુલ્હા/દુલહનને હોસ્પિટલમાં ભરતી ખર્ચને કવર કરવામાં આવે છે.

(3:59 pm IST)