Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

જૈશ-એ-મોહમ્મદે આપી રાજસ્થાન અને પંજાબમાં અનેક સ્થળો પર બ્લાસ્ટની ધમકીઃએલર્ટ જાહેર

રેલવે પ્રબંધકને પત્ર મોકલીને બન્ને રાજયના અનેક સ્થળોને આપી ઉડાડી દેવાની ધમકી

જયપુર, તા.૧૯: આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પંજાબ અને રાજસ્થાનના અનેક રેલવે સ્ટેશનોને ઉડાડવાની ધમકી આપી છે. જૈશ-એ-મોહમ્મદનો વિસ્તાર કમાન્ડર મસૂર અહમદે પંજાબના ફિરોજપુરના મંડલ રેલ પ્રબંધકને એક પત્ર મોકલ્યો. પત્રમાં પંજાબ અને રાજસ્થાનના અનેક રેલવે સ્ટેશન, ધાર્મિક સ્થાન, તેમજ મિલિટ્રી કેન્ટને ઉડાડવાની ચેતવણી આપવામાં આવી છે.

જોધપુરની જીઆરપી અધિક્ષક મમતા વિશ્નોઇએ કહ્યું કે જૈશ-એ-મોહમ્મદના એક પત્ર બાદ અમે રેલવે સ્ટેશનો પર શંકાસ્પદ તત્વોની શોધખોળ અને તપાસ માટે આરપીએફની સાથે એક સંયુકત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. બીજી બાજુ પંજાબમાં પોલીસ મહાનિરીક્ષક આલોક વિશષ્ઠે રાજયના દરેક પોલીસ અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ રેલવે સ્ટેશન ઉપરાંત મિલિટ્રી કેંટ પર પણ સુરક્ષા વધારવાનો આદેશ આપવામાં આવ્યો છે.

જૈશ-એ-મોહમ્મદ તરફથી મોકલવામાં આવેલા પત્રમાં જયપુર, રેવાડી, જોધપુર, શ્રીગંગાનગર રેલવે સ્ટેશન, મિલિટ્રી કેંટ અને રાજયના પ્રમુખ મંદિરોને ઉડાડવાની ધમકી આપવામાં આવી છે. બીજી બાજુ પંજાબના ફિરોજપુર, ફરીદકોટ, બરનાલા, અમૃતસર તેમજ જાલંધર રેલવે સ્ટેશનને ૧૩ મેએ ઉડાડવાની ધમકી આપવામાં આવી છે.

આ ઉપરાંત રાજસ્થાનમાં અમૃતસરનું સુવર્ણ મંદિર, દુરજીયાના મંદિર, જાલંધરનું દેવી તાલાબ મંદિરને ૧૬ મેં એ ઉડાડવાની ધમકી આપી દીધી છે.

(3:58 pm IST)