Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

ચૂંટણીપંચની ટીમે મોદીની બાયોપીક જોઈ લીધી : રિલીઝ પરથી પ્રતિબંધ દૂર થવા સંભવ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બુધવારે ચૂંટણી પંચની ટીમએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' જોઈ હતી. ફિલ્મ જોયા પછી, ચૂંટણી પંચ ફરીથી ફિલ્મના પ્રકાશનને રોકવાના તેના નિર્ણયને ધ્યાનમાં લેશે. આ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રિનિંગમાં ચૂંટણી પંચના સાત અધિકારીઓ હાજર હતા. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ફિલ્મ જોયા પછી બેનના નિર્ણય પર ફરી વિચારણા કરવા જણાવ્યું છે.

દરમિયાન મુંબઈની કોંગ્રેસની ઉમેદવાર ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે આ બાયોપિક નહિ પરંતુ લોકતંત્ર, ગરીબી અને ભારતની વિવિધતા સાથે કરવામાં આવેલ ભદ્દો મજાક છે. પીએમ મોદીના બધા વચનો અધૂરા જ રહી ગયા છે. એવામાં એમના પર તો કાઙ્ખમેડી ફિલ્મ બનવી જોઈએ કારણકે એ તો સંપૂર્ણપણે જૂઠનું ટ્રંક છે. ઉલ્લેખનીય છે કે પીએમ જીવન પર બનેલી ફિલ્મ ૧૧ એપ્રિલના રિલીઝ થવાનીહતી પરંતુ ચૂંટણી કમિશને ચૂંટણી દરમિયાન આની રિલીઝ પર રોક લગાવી દીધી. ફિલ્મમાં લીડ રોલ વિવેક ઓબરોયે પ્લે કર્યુ છે.

(3:58 pm IST)