Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

પાકિસ્તાનના નાણાપ્રધાને રાજીનામુ આપી દીધુ

અબજો ડોલરની વિશ્વ બેંકની લોન મળે તે પૂર્વે

ઇસ્લામાબાદ,તા.૧૯ : પાકિસ્તાનની આર્થિક બાબતો અંગે વેપારી સમુદાય અને વિરોધ પક્ષોની વધતી જતી ટીકાઓ વચ્ચે ભારે રોકડ ખેંચ અનુભવતા પાક.ના નાણા મંત્રી અસદ ઉમરે ત્પ્જ્ ની અતિ મહત્ત્।વની અબજો ડોલરની લોન મળે એ પહેલાં જ રાજીનામુ આપ્યું દીધું હતું.

અમેરિકામાં આઈએમએફ સાથે ખૂબ જ મહત્ત્વની અને વિગતવાર ચર્ચા કર્યા પછી તાજેતરમાં જ પાકિસ્તાન પરત ફરેલા ઉમરેે કેબિનેટમાં હવે પછી કોઇ પણ હોદ્દો નહીં લેવાની વડા પ્રધાન ઇમરાન ખાનની મંજૂરી મેળવી લીધી હતી.

મંત્રી મંડળમાં થનાર ફેરફારના ભાગરૂપે વડા પ્રધાને મારે નાણા મંત્રાલયને બદલે ઊર્જી મંત્રાલય સંભાળવું એવી ઇચ્છા વ્યકત કરી હતી'એમ ઇમરાન ખાનના ખાસ વિશ્વાસુ એવા ઉમરે કહ્યું હતું.લૃહ્વટ કે મંત્રી મંડળમાં કોઇ પણ હોદ્દો નહીં સ્વીકારવા નિર્ણય કર્યો હતો'એમ તેમણે કહ્યું હતું.

ત્યાર પછી એક પત્રકાર પરિષદને સંબોધતાં ઉમરે કહ્યું હતું કે દેશના અર્થ તંત્રને સ્થિર કરવા મુશ્કેલ નિર્ણયો લેવાનો સમય પાકી ગયો છે.તેમણે આશા વ્યકત કરી હતી કે તેનમો અનુગામી ખૂબ સહકારી હશે.

મને દૂર કરાવ કોઇ ષડયંત્ર હતું કે કેમ તેની મને જાણ નથી, પરંતુ હું એટલું તો જાણું છું કે મારા કેપ્ટન મને ઊર્જા મંત્રી બનાવવા ઇચ્છતા હતા.હું નથી માનતો કે એ કંઇ સારો વિચાર હશે, એટલા માટે જ મેં તેમની વાત સ્વીકારવા ઇનકાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે પાકે. બેલેન્સ ઓફ પેમેન્ટની કટોકટીને દૂર કરવા ત્પ્જ્ પાસેથી આઠ અબજ ડોલરની લોન લેવા પ્રયાસો કર્યા હતા. અત્યાર સુધી પાક. ચીન, સાઉદી એરેબિયા અને યુએઇ જેવા મિત્ર દેશો પાસેથી ૯.૧ અબજ ડોલરની લોન તો લઇ જ લીધી હતી.

(3:51 pm IST)