Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

મારૂતિના ભાગીદાર સુઝુકીએ ર૦ લાખ ગાડીઓ મંગાવી

તોકયો,તા.૧૯: ભારતમાં મારૂતિના ભાગીદાર સુઝુકીએ જાપાનમાં જાહેરાત કરી છે કે તે ઘરેલુ સ્તર પર મોકલવામાં આવેલ ૨૦ લાખ વાહનોને પાછી મંગાવી રહી છે તેમણે કહ્યું કે આ વાપસી બળતણ ક્ષમતાના ખોટા આંકડા સહિત વિવિધ અન્ય ગડબડના કારણે કરવામાં આવી રહીછે.

આ વાપસી ચાર વર્ષ કે તેનાથી ઓછા સમયથી ચાલનારા વાહનો માટે થઇ રહી છે જેની હજુ સુધી નિયમિત તપાસ કરવામાં આવી નથી ગત અઠવાડીયે સુઝુકીએ સ્વીકાર કર્યો કે એક આંતરિક સમીક્ષામાં પોતાના કારખાનામાં બ્રેકની ખોટી તપાસ ખોટા બળતણની ક્ષમતાના આંકડા તથા અંતિમ નિરીક્ષણ કરનાર અપ્રમાણિત કર્મચારી સહિત અનેક સમસ્યાઓ જણાઇ હતી.

વાહનોની આ વાપસીથી કંપનીને લગભગ ૭૧.૫ કરોડ ડોલરના ખર્ચ થવાની આશા છે અને આ સુઝુકી દ્વારા નિસાન,માઝદા અને મિત્સુબિશી માટે ઉત્પાદિત વાહનો માટે નિર્મિત સામગ્રીને પણ પ્રભાવિત કરે છે

પરિવહન મંત્રી કેઇચી ઇશીએ કહ્યું  કે કંપનીને આ ગડબડીને લઇ કેટલુક ગંભીર આત્મમંથન કરવાની આવશ્યકતા છે.

(3:52 pm IST)