Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

ભાજપના ઈશારે મારા ઉપર હુમલોઃ ભાજપ મને મારી નાખવા માંગે છેઃ હાર્દિક પટેલ

રાજકોટ, તા. ૧૯ :. સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના બલદાણા ગામે જાહેરસભામાં હાર્દિક પટેલને લાફો ઝીંકતા ખળભળાટ મચી ગયો છે, ત્યારે હાર્દિક પટેલે ભાજપના ઈશારાથી મારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે તેમ જણાવ્યુ છે.

હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, ચાલુ સભામાં મારા ઉપર હુમલો થયો છે એટલે આ હુમલો ભાજપે કરાવ્યો છે. જો ભાજપ સિવાય અન્ય કોઈ વ્યકિત હોત તો તેણે મારી સાથે વાતચીત કરી હોત અથવા મારી સામે કાળાવાવટા ફરકાવ્યા હોત, પરંતુ લાફો માર્યાનો મતલબ એવો છે કે ભાજપે આ હુમલો કરાવ્યો છે.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યુ કે ભાજપ મને મારી નાખવા માગે છે અને મારા ઉપર હુમલો કરાવે છે. મને પ્રચાર કરતો રોકવા ભાજપનું આ ષડયંત્ર છે.

(3:34 pm IST)