Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

તરૂણ ગજ્જરની પોલીસ દ્વારા પુછપરછ, તે કોઇ રાજકીય માણસ નથીઃ એસપી મહેન્દ્ર બગડીયા

રાજકોટ, તા., ૧૯:હાર્દિક પટેલ ઉપરહુમલો થયા બાદ હુમલો કરનાર તરૂણ ગજ્જરને પોલીસે ઝડપી લીધો છે અને હાલ તે સારવારમાં છે તેમસુરેન્દ્રનગર એસપી મહેન્દ્ર બગડીયાએજણાવ્યું હતું.

તરૂણ ગજ્જરની પુછપરછમાં એવુ ખુલ્યુંછે કે તે કોઇ રાજકીય માણસ નથી પરંતુ પાટીદાર આંદોલન સમયે તરૂણ ગજ્જર તથા તેના પરીવારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો અને તેના પરિવારની હાલત કફોડી થઇ ગઇ છે.

પોલીસ પુછપરછમાં તરૂણ ગજ્જરે જણાવ્યું હતું કે હાર્દિક હેલીકોપ્ટરમાં ફરે છે અને જાતીવાદ ફેલાવે છે.

સુરેન્દ્રનગરએસપી મહેન્દ્ર બગડીયાની આગેવાનીમાં પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે.

(3:33 pm IST)