Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

મને હાર્દિક પટેલના સ્વાર્થી વિચારો સામે વાંધો છે, આંદોલન સમયે સગર્ભા પત્નિ અને બાળકોને ખૂબ જ તકલીફ હતી, બે વખત હુમલો કરવા મેં પ્રયાસ કર્યો હતોઃ ફડાકા ઝીંકનાર તરૂણ ગજ્જરનો આક્રોશ

 વઢવાણ, તા. ૧૯ :. હાર્દિક પટેલને લાફો મારનાર શખ્સ તરૂણ મનુભાઈ ગજ્જર હોવાનું ખુલ્યુ છે. તે મૂળ મહેસાણાના જિલ્લાના કડી તાલુકાના જાસલણપુર ગામનો હોવાનું તથા હાલમાં કડી ગામના શિકાગો ફલેટમાં રહે છે. આ શખ્સને લીંબડી પોલીસ સ્ટેશને લઈ આવવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમને વધુ સારવાર માટે સી.યુ. શાહ હોસ્પીટલ સુરેન્દ્રનગર ખાતે ખસેડેલ છે.  પોલીસ પૂછપરછમાં તરૂણ ગજ્જરે જણાવ્યુ હતુ કે, અમો શાંતિપૂર્ણ વાતાવરણમાં રહેનાર વ્યકિત છીએ. હાર્દિક પટેલના અંગત સ્વાર્થના કારણે અવારનવાર અમોને ખૂબ જ તકલીફ પડેલ. મારી પત્નિ સગર્ભા હતી તે વખતે તથા મારો દિકરો બિમાર હતો તે વખતે પણ ભારે મુશ્કેલી પડી હતી. મને અવારનવાર જાણવા મળતુ હતુ કે હાર્દિક પટેલની સભા કઈ-કઈ જગ્યાએ આયોજીત થાય છે જેથી હું તા. ૧૩-૪-૧૯ના કલોલ ગયો હતો પરંતુ ત્યાં હાર્દિક પટેલ આવ્યો હતો. ત્યાર બાદ તા. ૧૭ના રોજ બાલીસણા ગયો હતો ત્યાં હું મોડો પડયો હતો. મને હાર્દિક પટેલના સ્વાર્થી વિચારો સામે વિરોધ છે.

(3:32 pm IST)