Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

ગંગાયાત્રા : ૫૦૦ નાવડી ગંગામાં ઉતારી

સરકારી અધિકારીએ મતદાર જાગૃતતા માટે નવતર અભિયાન છેડ્યુ

નવી દિલ્હી : મતદાન જાગૃતતા માટે મિર્ઝાપુર જિલ્લાધિકારી અનુરાગ પટેલે એક અનોખી પહેલ શરૂ કરી છે. તેમણે આ માટે ગંગામાં ૫૦૦ નાવડીઓ પર દરેક વર્ગના અઢી હજાર લોકો પાસે મતદાન કરવાની અપીલ કરી છે. ગંગામાં નાવડીઓને જોવા માટે લોકોની મોટી સંખ્યામાં ભીડ જામી રહી છે. નાવડીઓથી ગંગા નદીનો નઝારો ખુબ જ આકર્ષક લાગી રહ્યો છે. નાવડીઓને સુરક્ષા આધાર પર ૧૦ ઝોન અને ૪૦ સેકટરમાં વહેંચવામાં આવી છે. આ પહેલા કલેકટરશ્રીએ નવરાત્રીના પહેલા જ દિવસે દરેક બૂથના હિસાબે કળશ યાત્રા કાઢી હતી.

મતદાન જાગૃતતા માટે નીકળેલી યાત્રા વિંધ્યાચલના પક્કા ઘાટથી રવાના થઇ. પક્કા ઘાટથી ડીએમ અનુરાગ પટેલ, સીડીઓ પ્રિયંકા નિરંજન, એસપી અમિત કુમારે નાવડીઓને રવાના કરી. વિંધ્યાચલથી નીકળેલી આ યાત્રા અલગ અલગ ઘાટોથી થઈને નગરના નારઘાટ પર પુરીં થઇ. આ દરમિયાન ઘાટો પર લોકો તેને જોવા માટે મોટી સંખ્યામાં ભેગા થયા હતા.

(12:21 pm IST)