Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

'ચોકીદાર ચોર હૈ' પ્રચાર ચૂંટણી પંચે બંધ કરાવ્યો

ભોપાળ, તા.૧૯ ચૂંટણી પંચે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ દ્વારા 'ચોકીદાર ચોર હૈ'વાકય વાપરીને કરવામાં આવતો ચૂંટણીપ્રચાર ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની ફરિયાદને પગલે બંધ કરાવ્યો હતો.

મધ્ય પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 'ચોકીદાર ચોર હૈ'ના સૂત્રની સાથે ઓડિયો અને વીડિયો માધ્યમથી પ્રચાર કરાતો હતો.

દરમિયાન, કોંગ્રેસે જણાવ્યું હતું કે અમે આ ચૂંટણીપ્રચારમાં કોઇ વ્યકિતનું નામ લીધું નહિ હોવાથી તેના પરનો પ્રતિબંધ ઉઠાવી લેવા ચૂંટણી પંચને વિનંતિ કરીશું.

અગાઉ, ભારતીય જનતા પક્ષે ફરિયાદમાં જણાવ્યું હતું કે કાઙ્ખંગ્રેસ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શ્નચોકીદારલૃગણાવીને તેમની વિરુદ્ઘ વાંધાજનક ભાષા વાપરવામાં આવે છે.

મોદી પોતાને દેશના 'ચોકીદાર'ગણાવે છે.

ભારતીય જનતા પક્ષે ફરિયાદમાં જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલત આ પ્રકરણમાં રાહુલ ગાંધી સામેની અરજીની સુનાવણી કરી રહી છે. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી રાફેલ યુદ્ઘવિમાનોને લગતા સોદામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરીને મોદીને 'ચોકીદાર ચોર હૈ'કહી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો.

ભાજપનાં સાંસદ મીનાક્ષી લેખીએ આ કિસ્સામાં રાહુલ ગાંધી સામે સર્વોચ્ચ અદાલતમાં કાઙ્ખર્ટના તિરસ્કારની ફરિયાદ કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે સર્વોચ્ચ અદાલતે રાફેલ સોદાના સંબંધમાં તાજેતરમાં આપેલા ચુકાદાનું રાહુલ ગાંધી ખોટું અર્થઘટન કરી રહ્યા છે.

(12:20 pm IST)