Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

યુપી અને ઉત્તરાખંડના રેલવે સ્ટેશન અને ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

લશ્કર-એ-મોહંમદના નામે ધમકીભર્યો પત્ર મળ્યો: 13મેએ રૂડકી સહિતના રેલવે સ્ટેશનન અને 16મીએ હરિદ્વારની હરકી પૈડી, ભારતમાતા મંદિર, ચંડી દેવી જેવા ધાર્મિક સ્થળો પર બ્લાસ્ટ કરવાની ધમકી

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં લશ્કર-એ-મોહંમદના નામે બોમ્બ બ્લાસ્ટ કરવાનો ધમકીભર્યો પત્ર મળ્યો છે. રૂડકી રેલવે સ્ટેશનના અધિક્ષકને ટપાલ દ્વારા ધમકીભર્યો પત્ર મળ્યો છે. જેમાં લશ્કર-એ-મોહંમદનાં એરિયા કમાન્ડર મૈસૂર અહમદના નામનો ઉલ્લેખ છે. જેમાં 16 મેએ હરિદ્વાર સહિત કેટલાક ધાર્મિક સ્થળો અને 13મેએ રૂડકી સહિતના રેલવે સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપી છે

  . પત્રમાં લખવામાં આવ્યું છે કે 13 મેએ રૂડકી, હરિદ્વાર, દહેરાદુન, લક્સર, રામપુર, શાહજહાંપુર, બરેલી, ગોરખપુર, ફૈઝાબાદ અને લખનૌ રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટ કરાશે. તો 16 મેએ હરિદ્વારની હરકી પૈડી, ભારતમાતા મંદિર, ચંડી દેવી જેવા ધાર્મિક સ્થળો પર બ્લાસ્ટ કરવાની ધમકી આપી છે.

  જોકે ધમકીને પગલે હાલ એલર્ટ આપવામાં આવ્યું છે. અને રેલવે સ્ટેશનો, ધાર્મિક સ્થળો સહિતના જાહેર સ્થળો પર સુરક્ષા વધારાઈ છે. પત્ર મળતા જ રૂડકીથી મુરાદાબાદ સુધી હલચલ મચી ગઈ છે. રેલવે અધિક્ષકે મામલાની જાણકારી મુરાદાબાદ કંટ્રોલ રૂમ સહિત જીઆરપી અને આરપીએફને આપી. પોલીસે ધમકીભર્યા પત્રની તપાસ શરૂ કરી છે.

આ પહેલા પણ લક્સર અને હરિદ્વાર રેલવે સ્ટેશન અધિક્ષકને ધમકીભર્યા પત્રો મળ્યા છે. પરંતુ આ વખતે પત્રમાં ઉત્તરાખંડ સહિત યુપીનાં અનેક રેલવે સ્ટેશનનો પણ ઉલ્લેખ કરાયો છે. તેમજ યુપી અને ુત્તરાખંડનાં ધાર્મિક સ્થળોનો પણ ઉલ્લેખ કર્યો છે. જેથી પોલીસ અને ઇન્ટેલીજન્સ વિભાગ આ બાબતને ગંભીરતાથી લઇ રહ્યું છે. યુપી અને ઉત્તરાખંડનાં પોલીસ અધિકારીઓ એકબીજાનાં સંપર્કમાં હોવાનં જાણવા મળે છે.

(12:00 am IST)