Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ભાજપનાં સાંસદની જવાન સાથે બોલાચાલી બાદ ડીએમમાંથી આદેશ :હવે એકેય બૂથમાં જતા નહીં

ડીએમ દ્વારા બુલંદશહેરથી ભાજપના સાંસદ ભોલાસિંહ વિરૂદ્ધ કાર્યવાહી

 

યુપીના બુલંદશહેરથી ભાજપના સાંસદ ભોલાસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી. ભોલાસિંહે મતદાન મથકમાં ઘુસવા માટે સુરક્ષા જવાન સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. મામલે ડીએમને ફરિયાદ કરવામાં આવતા ડીએમ દ્વારા ભોલાસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવતા તેમને તમામ બૂથ પર જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો.હતો

ભોલાસિંહ મતદાન મથકમાં ઘુસીને મતદારોને પોતાના પક્ષમાં મતદાન કરવા અપીલ પણ કરતા કેમેરામાં કેદ થયા હતા. જે બાદ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે બુલંદશહરમાં કોઈપણ પ્રકારની હિંસા ફેલાય તે માટે બુલંદશહરમાં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવી છે.

(1:01 am IST)
  • ચૂંટણી આયોગની ફ્લાઈંગ સ્ક્વોડે હેલિપેડ પર બીએસ યરદુરપ્પાના સામાનનું કર્યું ચેકીંગ : કર્ણાટકના શિવમોગ્ગામાં હેલિપેડ પર ભાજપ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી યરદુરાપ્પા અને કે,એસ,ઈશ્વરપ્પાના સામાનનું તલાસી લેવાઈ હતી access_time 1:24 am IST

  • અમરેલી પંથકના ગામમાં કૂવામાં માટી કાઢી રહેલ ૨ શ્રમિકના કરૂણ મોત : કુવામાંથી માટી કાઢતા દોરડુ તૂટી જતાં ૨ શ્રમિકોના મોત : બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા : સાવરકુંડલાના હાથસણી ગામની ઘટના access_time 3:49 pm IST

  • ન્યાય યોજના પર કોંગ્રેસને અલ્હાબાદ હાઇકોર્ટે નોટિસ ફટકારી :બે સપ્તાહમાં માંગ્યો જવાબ : અલ્હાબાદ હાઇકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતા કોંગ્રેસની લઘુતમ આવક યોજના (ન્યાય ) ને લઈને પાર્ટી પાસેથી ખુલાસો અમનજીઓ ;અરજીકર્તાએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાંથી લઘુતમ આવકની ગેરેંટીને હટાવવાની માંગ કરી access_time 1:05 am IST