Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

સાત સમંદર પાર સૌરાષ્ટ્રનું વધ્યું ગૌરવ :મૂળ ઉપલેટાના નરેશ સોલંકી અમેરિકામાં બન્યા મેયર

ગુજરાતીએ વગાડ્યો અમેરિકામાં ડંકો :અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સેરોટીસ સિટીના મેયર બન્યા

 

રાજકોટ :રાજકોટ જિલ્લાનું સાત સમંદર પાર ગૌરવ વધ્યું છે ગુજરાતના મૂળ ઉપલેટાના રહેવાસી નરેશભાઇ સોલંકી અમેરિકાના એક શહેરના મેયર બનાવવામાં આવ્યા છે.વધુ એક ગુજરાતીએ અમેરીકામાં ડંકો વગાડ્યો છે.

 અમેરિકામાં રહેતા અને મૂળ ઉપલેટાના વતની નરેશભાઇ સોલંકી અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સેરોટીસ સિટીના મેયર બન્યા છે. તેઓ મેયર બનતા ઉપલેટા, સૌરાષ્ટ્ર અને દેશનું નામ રોશન કર્યું છે. તેઓએ સમગ્ર વિશ્વમાં ગુજરાતી અને રાજકોટનું ગૌરવ વધાર્યું છે.

(8:38 am IST)