Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની ઉમેદવારીને પડકાર:હવે માલેગાંવ બ્લાસ્ટ પીડિતના પિતાએ ઉઠાવ્યો સવાલ : કરી ફરિયાદ

એનઆઈએ કોર્ટે તેમને આરોગ્ય કારણોસર જ જામીન આપ્યા હતા.

માલેગાંવ બ્લાસ્ટની આરોપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ભાજપની મધ્ય પ્રદેશની ભોપાલની લોકસભા સીટના ઉમેદવાર બનાવાયા છે પ્રજ્ઞા ઠાકુરને જ્યારથી ટિકિટ મળી છે ત્યારથી રાજકીય વિવાદ ચાલુ છે.હવે માલેગાંવ બ્લાસ્ટના એક પીડિતે ફરિયાદ નોંધાવીને તેમની ઉમેદવારીને પડકારી છે. એપ્લીકેશનમાં પ્રજ્ઞા ઠાકુરના આરોગ્ય અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા છે કારણકે એનઆઈએ કોર્ટે તેમને આરોગ્ય કારણોસર જ જામીન આપ્યા હતા.

  બીજી તરફ નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ પણ કહ્યુ કે પ્રજ્ઞા સિંહ ઠાકુરનું આરોગ્ય બરાબર છે તો તેમના જામીન રદ થવા જોઈએ.અત્રે ઉલ્લેખનીય છે કે ભોપાલ સીટથી કોંગ્રેસે દિગ્વિજય સિંહને મેદાનમાં ઉતાર્યા છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના ઉતરવાથી આ સીટ પર રોમાંચક મુકાબલાની અપેક્ષા છે.

(8:32 am IST)