Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

ડો,કલામની સ્કૂલનું વીજ કનેક્શન કપાયું :બે વર્ષથી ચુકવણી બાકી

રામેશ્વરમ સ્થિત ‘મંડપમ પંચાયત યૂનિયન મિડલ સ્કૂલનું 10 હજારથી વધુનું બિલ બાકી

 

રામેશ્વરમઃ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામે જે સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો તેનું વીજ કનેક્શન ઈલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટે કાપી નાખ્યું છે. તમિલનાડુના રામેશ્વરમ સ્થિતમંડપમ પંચાયત યૂનિયન મિડલ સ્કૂલના લાઈટબિલની પાછલા બે વર્ષોથી ચુકવણી નહિ કરતા ઈલેક્ટ્રિસિટી બોર્ડે સ્કૂલનું કનેક્શન કાપી નાખ્યું છે.

  પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દૂલ કલામે રામેશ્વરમ સ્થિતમંડપમ પંચાયત યૂનિયન મિડલ સ્કૂલથી પોતાના શરૂઆતનો અભ્યાસ કર્યો હતો. હાલમાં સ્કૂલ પર વિજળી વિભાગનું 10,000 રૂપિયાથી વધારેનું બિલ ચૂકવવાનું બાકી છે.

  ગ્રામ શિક્ષા સમિતિના અઘ્યશ્રે જણાવ્યું કે, બિલની ચૂકવણી મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવે છે. બાદમાં સ્કૂલની જવાબદારી રાજ્ય સરકારે લઈ લીધી, જે બાદ સ્કૂલ ચૂકવણી કરવાનું બંધ કરી દીધું. તેમણે જણાવ્યું કે, સમયે સ્કૂલનું 10,000થી વધારે રૂપિયાની ચૂકવણી બાકી છે. અમે વિજળી બોર્ડને સંપર્ક કર્યો અને તેઓ 5 દિવસ માટે વિજળી આપવા માટે રાજી થયા છે.]

   અત્રે ઉલ્લેખનીય છે કે પહેલામંડપમ પંચાયત યૂનિયન મિડલ સ્કૂલત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે કમલ હાસને પોતાની નવી પાર્ટીની જાહેરાત પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દૂલ કલામના ઘર અને સ્કૂલની મુલાકાત કરવાના હતા. બાદમાં તેમણે લોકોને જણાવ્યું કે સમય હોવાના કારણે તે સ્કૂલ નહીં જઈ શકે.

    જોકે તમિલનાડુ સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કમલ હસનને ડો. એપીજે કલામના રામેશ્વરમ સ્થિત સ્કૂલમાં જવાની પરમીશન નહોતી મળી. શિક્ષણ વિભાગે કહ્યું હતું કે, સ્કૂલના પરિસરમાં કોઈપણ પ્રકારના પોલિટિકલ કાર્યક્રમની મનાઈ છે
   દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામે રામેશ્વરમ સ્થિતમંડપમ પંચાયત યુનિયન મિડલ સ્કૂલમાં પોતાના અભ્યાસની શરૂઆત કરી હતી.

(1:12 am IST)