Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

કર્ણાટકની ચૂંટણી રોડ-પાણી કે અન્ય મુદ્દાની નથી;હિંદુ vs મુસ્લિમ અને બાબરી મસ્જિદ vs રામ મંદિર :ભાજપના ધારાસભ્યનું વિવાદી નિવેદન

 

બેંગલુરૂઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના ધારાસભ્યએ વિવાદી નિવેદન આપ્યું હહે ભાજપના ધારાસભ્ય સંજય પાટિલે ચૂંટણીને હિંદુ વિરૂદ્ધ મુસ્લિ ગણાવી છે.જનસભાને સંબોધિત કરતા પાટીલે કહ્યું, કર્ણાટક ચૂંટણી રોડ-પાણી કે અન્ય મુદ્દા પર નથી. ચૂંટણી હિંદુ vs મુસ્લિમ અને બાબરી મસ્જિદ vs રામ મંદિર છે. સભાને સંબોધિક કરતા પાટિલે અયોદ્યાના વિવાદિત રામજન્મભૂમિ-બાબરી મસ્જિદના મામલાને પણ ઉઠાવ્યો હતો

  પાટિલે કહ્યું કે તે રામ મંદિર નિર્માણ માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. તેણે કહ્યું કે, જે લોકો અયોધ્યાની ભૂમિ પર બાબરી મસ્જિદનું નિર્માણ ઈચ્છે છે તે ટીપૂ જયંતિ  મનાવે છે, તે કોંગ્રેસને મત આપશે. પરંતુ જે લોકો તે જમીન પર રામ મંદિરનું નિર્માણ જોવા ઈચ્છે છે અને શિવાજી મહારાજની જીત ઈચ્છે છે તે ભાજપને મત આપશે

    અત્રે ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં 224 સીટો પર 12 મેએ મતદાન થશે અને 15 મેએ મતગણના હાથ ધરવામાં આવશે. ચૂંટણીમાં બે મુખ્ય પાર્ટી સત્તામાં રહેલી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર છે. બંન્ને પાર્ટીઓએ ચૂંટણી પ્રચારમાં પોતાની તમામ શક્તિ લગાવી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અત્યાર સુધી 6 વખત કર્ણાટકનો પ્રવાસ કરી ચૂક્યા છે. જ્યારે ભાજપના વરિષ્ઠ નેતાઓએ રાજ્યમાં અડ્ડો જમાવ્યો છે

(12:16 am IST)