Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

વૈજ્ઞાનિકોએ ભૂલથી શોધેલું એન્જાઈમ પ્લાસ્ટિક ખાઈને ખતમ કરશે;પ્રદુષણ પર અંકુશ લાવશે

પોલીથિલિન ટ્રેફ્થાલેટ ( પીઇટી) પ્રકારના પ્લાસ્ટિકને ખાઇને ખતમ કરવામાં સક્ષમ

લંડન : બ્રિટનના વિજ્ઞાનીઓ ભૂલમાં મળી ગયેલા એન્જાઇમ પ્લાસ્ટિક ખાઇને ખતમ કરી દેશે. એન્જાઇમને વિજ્ઞાનીઓએ લેબમાં કામ કરતાં ભૂલમાં શોધ્યું છે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ પોટ્સમાઉથના રિસર્ચર વાસ્તવમાં કોલેજ લેબમાં બેક્ટેરિયા સાથે સંકળાયેલ સંશોધન કરી રહ્યા હતા ત્યારે પ્રયોગોમાં એવી ભૂલ થઇ ગઇ જેમાં એન્જાઇમ જડી ગયું.

    વિજ્ઞાનીઓએ તેની તરફ ધ્યાન આપ્યું તો અનોખા ગુણની જાણ થઇ.જે પ્લાસ્ટિક સમુદ્રમાં કે માટીમાં ભળી ખતમ થતાં વર્ષો નીકળી જાય છે તેને એન્જાઇમ થોડા દિવસોમાં ખાઇને ખતમ કરી દે છે. ભૂલમાં મળી ગયેલા એન્જાઇમને લઇ વિજ્ઞાનીઓ બહુ ઉત્સાહિત છે અને તેને વિકસિત કરવા માટે કામ પણ શરૂ કરી દીધું છે. પ્રક્રિયા સફળ રહી તો વિશ્વભરમાં પ્લાસ્ટિકથી થતાં પ્રદૂષણ પર અંકુશ મૂકવામાં સફળતા મળી જશે. યુનિવર્સિટી ઓફ પોટ્સમાઉથના પ્રોફેસર જોન મેક્ગીહમે જણાવ્યું કે અમે જે એન્જાઇમ બનાવ્યું છે તે પોલીથિલિન ટ્રેફ્થાલેટ ( પીઇટી) પ્રકારના પ્લાસ્ટિકને ખાઇને ખતમ કરવામાં સક્ષમ છે.

   પ્રોફેસર જોનની ટીમનો દાવો છે કે એન્જાઇમને એમિનો એસિડ આપીએ છીએ તો તે ડબલ સ્પીડથી પ્લાસ્ટિક ખાવા લાગે છે. વિશ્વભરમાં પ્લાસ્ટિક પોલ્યુશનની સમસ્યા એટલી મોટી છે કે તેનો અંદાજ તેના પર લગાવી શકાય છે કે દર વર્ષે સમુદ્રમાં ૮૦ લાખ ટન પ્લાસ્ટિક પીગળી રહ્યું છે અને તેનાથી થતાં ઇન્ફેક્શનને કારણ દર વર્ષે ૧૦ લાખ સમુદ્રીય જીવો મરી રહ્યા છે. ૨૦૧૬માં પણ એક આવા બેક્ટેરિયા શોધાયા હતા જે પ્લાસ્ટિકના રિસાઇક્લિંગમાં મદદ કરે છે. બેક્ટેરિયા લેબમાં તૈયાર થયા હતા પરંતુ જાપાનના એક વેસ્ટ રિસાઇક્લિંગ સેન્ટરમાં કચરાના ઢગલામાંથી શોધ્યા હતા.

(10:40 pm IST)