Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

દેશમાં કોઈપણ ઉદારવાદી વ્યક્તિ કે સંસ્થા સુરક્ષિત નથી

સામાજિક કાર્યકર્તા નરેદ્ન્ર દાભોલકર અને ગોવિંદ પંસારે હત્યા કેસની સુનાવણી કરતા જસ્ટિઝ ધર્માધિકારીની ટિપ્પણી

 

મુંબઈ :દેશમાં કોઇ પણ ઉદારવાદી વિચાર ધરાવતા વ્યક્તિ અને સંસ્થા સુરક્ષિત નથી સામાજીક કાર્યકર્તા નરેન્દ્ર દાભોલકર અને ગોવિંદ પંસારે હત્યા કેસની સુનવણી કરતા જસ્ટિસ ધર્માધિકારીએ જણાવ્યું કે, આજના સમયમાં દેશમાં કોઇ પણ ઉદારવાદી વિચાર ધરાવતા વ્યક્તિ અને સંસ્થા સુરક્ષિત નથી

   દાભોલકર અને પંસારે હત્યાની સુનવણી બોમ્બે હાઇકોર્ટમાં ચાલી રહી છે. દરમિયાન જસ્ટિસ ધર્માધિકારીએ જણાવ્યું કે, હુમલાથી કોઇ સંસ્થા આગળ વધતી નથી  ત્યાં સુધી કે ન્યાયપાલિકા પણ. તેમણે વધુંમાં જણાવ્યું કે, ભારતની છાપ એવી બની ગઇ છે કે લોકો વિચારવા લાગ્યા છે કે, ઉદારવાદી અથવા ખુલી વિચારધારાવાળા અહીં સુરક્ષિત રહ્યાં નથી હાલની સ્થિતિ વિષે જસ્ટિસે કહ્યું કે, સ્થિતીઓ એવી બની ચૂકી છે કે આંતરરાષ્ટ્રીય સંગઠન અને લોકો અમારી સાથે શૈક્ષણિક, સાંસ્કૃતિક સ્તર પર કાર્યક્રમથી અચકાય છે. શું આપણે એક સુરક્ષા કવચમાં રહેવા માંગીએ છીએ

   બોમ્બે હાઇકોર્ટે ગત વર્ષે ઓગસ્ટમાં પણ નરેન્દ્ર દાભોલકર અને ગોવિંદ પંસારેની હત્યાના મામલા પર સુનવણી દરમિયાન કહ્યું હતું કે, બંન્નેને કાવતરાથી મારવામાં આવ્યા છે. હાઇકોર્ટે હત્યા પાછળ કોઇ સંગઠન હોવાની આશંકા પણ વ્યક્ત કરી હતી. તેમજ હાઇકોર્ટે તેમ પણ જણાવ્યું હતું કે, મામલાની તપાસ થવી જોઇએ. ત્યારે જસ્ટિસ ધર્માધિકારીએ આશંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રિપોર્ટ જોઇને લાગી રહ્યું છે કે, કોઇને કોઇ સંગઠન હત્યારાઓની મદદ કરી રહ્યું હતું. હત્યા કરનારાઓને આર્થિક મદદ પણ આપવામાં આવી રહી હતી. એવું લાગી રહ્યું છે કે, બંન્ને હત્યા માટે ખાસ યોજના બનાવવામાં આવી હતી.

(10:33 pm IST)