Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

રાજનીતિક લડાઇને કોર્ટમાં ન ઘસડે કોંગ્રેસ : રવિશંકર

કેન્દ્રીયમંત્રી રવિશંકરની કોંગ્રેસને સલાહ :જજ લોયા કેસ મામલે ભાજપ અધ્યક્ષ અમિત શાહની પ્રતિષ્ઠાને ખરાબ કરવા માટેના પ્રયાસ : રવિશંકર પ્રસાદ

નવીદિલ્હી, તા. ૧૯ : સીબીઆઈ જજ લોયાના મોત મામલે સુપ્રીમ કોર્ટના સીટ દ્વારા તપાસના ઇન્કાર બાદ આ મામલે ભાજપ અને કોંગ્રેસ એક બીજા પર આક્ષેપોનો મારો ચલાવી રહી છે. જ્યારે એક બાજુ કોંગ્રેસ આ મામલે સ્વતંત્ર તપાસની માંગ પર અડિગ છે જ્યાં બીજી બાજુ ભાજપનું કહેવું છે કે, કોંગ્રેસ રાજનીતિક લઇને કોર્ટના રસ્તે લડવા માંગી રહી છે. કેન્દ્રીયમંત્રી અને ભાજપના નેતા રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, આ કેસ લોકોની માટે નહીં પરંતુ કોંગ્રેસ પાર્ટીની રુચિ માટે હતો. આના મારફતે કોંગ્રેસ પાર્ટી ભાજપ અને ખાસ કરીને પાર્ટી અધ્યક્ષ અમિત શાહની ઇમેજ ખરાબ કરવા ઇચ્છતી હતી. રવિશંકરે જણાવ્યું હતું કે, અદાલતે કહ્યું હતું કે, રાજનીતિક લડાઈઓને રાજનીતિક મેદાનમાં જ લડવી જોઇએ. આનો મતલબ એ હતો કે, આ કેસને પાર્ટી અધ્યક્ષ અમિત શાહની વિરુદ્ધ રાજનીતિક લડાઈ તરીકે લડવો જોઇએ. કેન્દ્રીયમંત્રી રવિશંકરે કહ્યું હતું કે, રાહુલ ગાંધીને અનુરોધ કરું છું કે, તેઓ અદાલત મારફતે રાજનીતિક લડાઈ ન લડે. રવિશંકરે કહ્યું હતું કે, ભાજપના નેતાઓ હજુ સુધી આ મામલે કોઇ ટિપ્પણી કરી રહ્યા ન હતા કારણ કે, આ મામલો કોર્ટમાં હતો. રાહુલ ગાંધી આ દરમિયાન રાષ્ટ્રપતિને મળીને અનેક આક્ષપો કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આજના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસને ૧૦ મુદ્દાઓ જણાવીને તેમની મોતને સંદિગ્ધ જણાવી હતી એટલા માટે તપાસ જરૂરી છે.

(7:40 pm IST)