News of Thursday, 19th April 2018

દુષ્‍કર્મ જેવી બાબતો ઉપર ચર્ચા કરવામાં પણ મને ઘૃણા આવે છેઃ આ વિશે મને ન પૂછોઃ દુષ્‍કર્મના વધતા બનાવો સામે અમિતાભ બચ્ચનનો પ્રતિભાવ

મુંબઇઃ દુષ્‍કર્મના વધતા બનાવો સામે અમિતાભ બચ્ચને પોતાનો પ્રતિભાવ આપીને આવી ઘટના ઘૃણાસ્‍પદ છે તેમ જણાવ્યું છે.

કઠુઆ ઉન્નાવ અને સુરતની રેપ ઘટનાઓ પર ઘણાં બોલિવૂડ સેલિબ્રિટીઝ પોતાનો ગુસ્સો જાહેર કરી ચુક્યા છે. હવે આ મુદ્દે મહાનાયક અમિતાભ બચ્ચને તેમનું રિએક્શન આપ્યું છે.

ફિલ્મ 102 નોટ આઉટનાં સોન્ગ લોન્ચ સમયે અમિતાભ બચ્ચનને આ મુદ્દે સવાલ કરવામાં આવ્યો કે, તે 'બેટી બચાઓ બેટી પઢાવો'નાં બ્રાન્ડ એમ્બેસેડર છે. આજકાલ દીકરીઓ સાથે જે યૌન ઉત્પીડનની ઘટનાઓ થઇ રહી છે તેનાંથી દેશ હચમચી ગયો છે. આવા અપરાધ વિશે તમે શું વિચારો છો?

તેનાં જવાબમાં અમિતાભ બચ્ચને દુ:ખી મનથી કહ્યું કે, મને આ વિષય પર ચર્ચા કરવામાં પણ ઘૃણા આવે છે. આ વિશે મને ન પૂછો. આ વાત કરવામાં પણ ઘણી જ ભયાવહ છે.

આપને જણાવી દઇએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યોજના 'બેટી બચાઓ બેટી પઢાઓ'નાં બ્રાન્ડ એમ્બેસેડર છે. તે ઘણાં મંચ પર દીકરીઓનાં હકમાં બોલતા આવ્યાં છે. તેઓ સમાજમાં દીકરીઓ અને દીકરાઓને સમાન હક મળવો જોઇએ તેની વકાલત પણ કરી ચુક્યા છે.

એટલું જ નહીં ગત વર્ષે તેમણે તેમની દોહીત્રી નવ્યા નવેલી નંદા અને પૌત્રી આરાધ્યા માટે એક ઓપન લેટર લખ્યો હતો. જેમાં તેમણે દીકરીઓને સક્ષમ બનવા અને સમાજથી ન ડરવા. પોતાનાં નિર્ણય જાતે જ લેવાની સલાહ આપી હતી.

(6:19 pm IST)
  • પ્રવીણ તોગડિયાની તબિયત નરમ પડી : વીએચપીમાંથી હકાલપટ્ટી કરવામાં આવ્યા બાદ પૂર્વ આંતરરાષ્ટીય કાર્યકારી પ્રમુખ પ્રવીણ તોગડિયા છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ વીએચપી કાર્યાલય ખાતે ઉપવાસ કરી રહ્યા છે. ત્રણ દિવસથી ઉપવાસ બાદ તોગડિયાની તબિયત બગડી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ શિવસેનાએ તોગડિયાને ઉપવાસને સમર્થન જાહેર કર્યું છે. આ માટે મુંબઈનું શિવસેનાનું એક પ્રતિનિધિ મંડળ તોગડિયાની મુલાકાત લેશે. સતત ત્રણ દિવસથી ઉપવાસ કરી રહેલા તોગડિયાના સ્વાસ્થ્યને લઈને સાધુ સંતો અને તેના સાથીઓમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે. access_time 12:01 pm IST

  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઈશારામાં ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ અમિત શાહ ઉપર નિશાનો સાધ્યો હતો. રાહુલે એક ટ્વીટમાં કીધુ કે 'ભારતીયો બહુ જ બુદ્ધિશાળી છે. વધારે પડતા, જેમાં ઘણા ભાજપના પણ છે, અમિત શાહની સચ્ચાઈ ઓળખે છે. તેમના જેવા લોકોને પકડવા માટેના સચાઈનો એક અનોખો તરીકો છે.' access_time 1:49 am IST

  • અમેરિકામાં એક શખ્સને બાળકોના અશ્લિલ વીડિયો બનાવી ઓનલાઈન વેંચવાના ગુનામાં કોર્ટે 105 વર્ષની સજા સંભળાવી છે. તેમજ પીડિત બાળકોને 31 હજાર ડોલરનો દંડની ચૂકવણી કરવા કહ્યુ છે. આરોપી જેરેટ ટર્નરએ એક કાફેના ભોયરામાં એક 10 વર્ષની બાળકી અને 12 વર્ષના બાળકનો વિડીયો બનાવ્યો હતો. તેમજ વિડીયો બનાવતી વેળાએ અશ્લિલ વર્તન પણ કરતો હતો, જેનો પર્દાફાર્ષ ખુફિયા એજન્સી 'Argos'એ કર્યો હતો. access_time 1:49 am IST