Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

ઉત્તર પ્રદેશમાં હૈયુ હચમચાવી દે તેવી ઘટનાઃ સગી દિકરી ઉપર પિતા અને તેના મિત્રોએ દુષ્‍કર્મ આચર્યુ

સીતાપુરઃ ઉત્તર પ્રદેશના સીતાપુરમાં હૈયુ હચમચાવી દે તેવી ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. સગા પિતાએ પોતાની યુવાન પુત્રી ઉપર દુષ્‍કર્મ આચર્યુ હતું તેમજ તેમના બે મિત્રોએ પણ સામુહિક દુષ્‍કર્મ આચરતા પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં એક પિતા પર આરોપ લાગ્યો છે કે તેણે મિત્રોને ગેંગરેપ માટે દીકરી ભેટમાં આપી દીધી. મિત્રોએ દીકરી સાથે સામૂહિક બળાત્કાર કર્યો અને પછી પિતાએ પણ કથિત રીતે પોતાની દીકરી પર બળાત્કાર ગુજાર્યો. માણસના રુમાં રાક્ષસી ઘટનાને અંજામ આપનારા ત્રણન પોલીસે ધરપકડ કરી લીધી છે.

પોલીસે જણાવ્યું કે આરોપી પિતાની ઉંમર 50 વર્ષ છે. તે 15 એપ્રિલે કમાલપુરના મેળામાં ગયો હતો. સાંજે તે ઘરે આવ્યા પછી તેણે તેના મિત્રો હિસ્ટ્રીશીટર માનસિંહને બોલાવ્યો. ઘરે આરોપીએ પોતાની દીકરી (35)ને માનસિંહ સાથે બાઈક પર જવા માટે કહ્યું. માનસિંહ તેને લઈને બીજા મિત્ર મેરાજના ઘરે પહોંચ્યો.

પીડિતનો આરોપ છે કે મેરાજના ઘરે તે ત્રણે મળીને તેનો રેપ કર્યો. મેરાજના ઘરે તેને 18 કલાક સુધી બાંધીને રાખી. ત્યાં તેને સોમવારની સાંજે છોડવામાં આવ્યો. ઘરે આવીને તેણે માને આખી વાત કહી, જે પછી તેમણે પોલીસ સ્ટેશનમાં આ અંગે FIR નોંધાવી.

પોલીસે જણાવ્યું કે FIR નોંધ્યા પછી મેરાજની ધરપકડ કરી લેવામાં આવી. જ્યારે પીડિતાના પિતા અને માનસિંહની હજુ સુધી ધરપકડ નથી થઈ શકી. કમાલપુર એસએચઓ સંજીત સોનકરે જણાવ્યું કે મેરાજ કમાલપુરમાં એક ક્લિનિક ચલાવે છે. તેણે દાવો કર્યો કે તે એક ડૉક્ટર છે પણ તે તેની પાસે તેની ડિગ્રી ન બતાવી શક્યો. ઘટનાના દિવસે મેરાજના પરિવારજનો બહાર ગયા હતા.

સીતાપુર એસપી સુરેશરાવ એ. કુલકર્ણીએ જણાવ્યું કે પીડિતાના 16 વર્ષ પહેલા લગ્ન થઈ ગયા હતા, પણ લગ્નના બે વર્ષ પછી પતિ સાથે વિવાદ થતા તે ઘરે પાછી આવી હતી. નવેમ્બર 2017માં પણ તેના પિતા પર પીડિતાએ રેપનો આરોપ લગાવ્યો હતો, પણ તેને ગામમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. એસપીએ જણાવ્યું કે 2017માં ગામના લોકોએ પંચાયત બોલાવી હતી અને પીડિતાના પિતાની ધરપકડ કરાવી હતી. તેને તે જ વર્ષે ફેબ્રુઆરીમાં જામીન મળ્યા હતા. પીડિતા પોતાના 14 વર્ષના દીકરા સાથે અલગ રહે છે.

(6:19 pm IST)
  • સુપ્રીમ કોર્ટે જજ લોયાના મોતની SIT તપાસની અરજી ફગાવી : સીબીઆઇના સ્પેશિયલ જજ બી.એચ. લોયાના મોત મામલે નિષ્પક્ષ તપાસની માંગણીની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી છે. સુપ્રીમ કોર્ટ સ્પષ્ટ જણાવ્યું હતું કે આ કિસ્સામાં કોઈ તપાસ નહી થાય. કેસમાં કોઇ આધાર નથી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે ચાર રાજકારણીઓના નિવેદનમાં કોઈ કારણ નથી. કોર્ટે કહ્યુ કે આ કેસમાં ન્યાયપાલિકાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. access_time 12:01 pm IST

  • સુરત બિટકોઈન મામલો : આખરે ભાગેડુ PI અનંત પટેલની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ : મૂળ સૌરાષ્ટ્રના એવા સુરતના વિવાદાસ્પદ ગણાતા બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને તેમને ગાંધીનગર ખાતેના કોઈ ફાર્મમાં જઈને ગોંધી રાખીને મારપીટ કર્યાંના પીઆઈ અનંત પટેલ પર છે આરોપ : કરોડોના બીટકોઈન ટ્રાન્સફર કરાવી લેવાનો પણ છે PI પર આરોપ access_time 3:40 pm IST

  • ભકતે ભગવાનને આઇફોન ધર્યો ! : રાજસ્થાનના વિજયવાડામાં સુબ્રમણ્યમ મંદિરની દાનપેટીમાંથી બ્રાન્ડન્યુ આઇફોન નીકળ્યો : મંદિર કમિટી આ દાન અંગે સરકારની સલાહ લેશે : ભગવાન સાથે સીધી વાત કરવા આઇફોન ધરાયો હશે, તેવું ટ્રસ્ટીઓ કહે છે access_time 11:46 am IST