Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

લો સુગર - હાઇ બીપી - કીડનીને અસરઃ ઉપવાસના આજે ત્રીજા દિવસે

સંતો-મહંતોની સમજાવટથી ડો. તોગડીયાના પારણા

મારી લડાઇ ચાલુ જ રહેશેઃ હિન્દુત્વની મારી યાત્રા અવિરત ચાલુ રહેશેઃ ખેડૂતો માટે કામ કરતો રહીશ

અમદાવાદ તા. ૧૯ : વીએચપીમાંથી હકાલપટ્ટી કરવામાં આવ્યા બાદ પૂર્વ આંતરરાષ્ટીય કાર્યકારી પ્રમુખ પ્રવીણ તોગડિયા છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ ખાતે વણીકર ભવન, વીએચપી કાર્યાલય સામેના રોડ ઉપર ઉપવાસ કરી રહ્યા હતા. તોગડિયા ખેડૂતો અને રામ મંદિરના મુદ્દાને લઈને ઉપવાસ પર બેઠા હતા.  ત્રણ દિવસથી ઉપવાસ બાદ ડો. તોગડિયાની તબિયત બગડતા સવારે ડોકટરોએ તેમનું મેડીકલ ચેકઅપ કર્યું હતું ડોકટરોના  જણાવ્યા મુજબ તેમની કીડનીની પરિસ્થિતિ સારી નથી.ત્યાર બાદ  તોગડીયાએ સંતો-મહંતો સાથે ચર્ચા કરી બપોરે ૧-૩૦ વાગ્યે સાધુ-સંતોના હાથે પારણા કર્યા હતા. આ પહેલા  શિવસેનાએ ડો. તોગડિયાને ઉપવાસને સમર્થન જાહેર કરેલ. આ માટે મુંબઈનું શિવસેનાનું એક પ્રતિનિધિ મંડળ તોગડિયાની મુલાકાતલેવાનું  હતું. સતત ત્રણ દિવસથી ઉપવાસ કરી રહેલા પ્રવિણભાઇના  સ્વાસ્થ્યને લઈને સાધુ સંતો અને તેના સાથીઓમાં પણ ચિંતા વ્યાપી ગઈ હતી.  તેઓ લાંબા સમયથી હાઇ ડાયાબીટીઝના દર્દી છે.

 

મંગળવારે ડો.પ્રવીણ તોગડીયા આમરણ ઉપવાસ ઉપર ઉતર્યા હતા. જીએમડીસી ગ્રાઉન્ડ પર પોલીસની મંજૂરી ન મળતા તેઓ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય સામેના ભાગે સમીયાણો બાંધી ઉપવાસ પર બેઠા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં સાધુ સંતો પણ જોડાયા હતા.

પારણા કર્યા બાદ પ્રવિણભાઇ  તોગડીયાએ જણાવેલ કે હું ખેડુતો માટે કામ કરતો રહીશ પચાસ વર્ષોથીનિરંતર હિન્દુહીત માટે કામ કરતો રહ્યો છું દેશની કરોડો હિન્દુ જનતા, ભાજપ - વિહિપ, સંઘનું સમર્થન મળ્યું  છે.હિન્દુત્વની યાત્રાનો સંકલ્પ જયા સુધી રામમંદિર નહિ બને ગૌ હત્યા તથા સમાન નાગરીક કાયદો નહી બને જન્મુના હિન્દુ પાછા ન જાય ત્યાં સુધી અધુરો રહેશે. હિન્દુત્વની યાત્રા ફરીથી ચલાવતો રહીશ હિન્દુ માટે કામ કરતો રહશી રામજન્મ ભૂમિ, ખેડુતોને કર્જ મુકત બનાવવા, યુવાનોને રોજગાર અપાવવા કામ કરતો રહીશ .દેશમાં દમન ચાલી રહ્યું છે. હિન્દુઓ ઉપર દમન, ખેડુતો, મઝુરો,  વેપારીઓ પણ દમનનો ભોગ બની રહ્યા છે. ઉપરાંત પત્રકારોને ફેક ન્યુઝના નામે પ્રેસનું ગળુ દબાવવાનો પ્રયાસ પણ કરાયો હતો. દમનથી મુકત થશે હિન્દુ ત્યારેજ યાત્રાનો સંકલ્પ પુરો થયો ગણાશેનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.(૬.૨૧)

(3:02 pm IST)