Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

આ ૧૨ મીડિયા ચેનલોની કોર્ટે ઝાટકણી કાઢી પ્રત્યેકને ૧૦-૧૦ લાખ રૂ. આપવા આદેશ કર્યો

 નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટે કઠુઆ ઘટનાનીપીડિતાની ઓળખ જાહેર કરનાર ૧રમીડિયા ગૃહો સામે કડક પગલાં લઈપ્રત્યેકને ૧૦-૧૦ લાખ રૂપિયા દંડ ભરવા  જણાવ્યું.

દિલ્હી હાઈકોર્ટની બેંચે નિર્દેશો આપ્યા કે  દંડની રકમ રજિસ્ટ્રાર પાસે જમા કરાવવામાં આવે અને એ રકમ જમ્મુ-કાશ્મીર પીડિત વળતર યોજનાનેઆપવામાં આવે. બેંચે કહ્યું કે મીડિયાએએ પ્રકારની જાહેરાતો કરવી જોઈએ કેજાતીય ગુનાની પીડિતાની ઓળખ કોઈપણ સંજોગોમાં કોઈપણ વ્યક્તિ, સંસ્થા,સમાચાર એજન્સીએ પ્રકાશિત પ્રસારિતકરવી નહીં.

આમાં ભંગ બદલ બે વર્ષનીસજા અથવા દંડ અથવા બન્ને ફટકારી શકાયછે. ૧૩મી એપ્રિલે કોર્ટે ૧ર મીડિયા ગૃહોનેપીડિતાની ઓળખ જાહેર કરવા બદલનોટિસો મોકલાવી હતી. જેમાંથી ૯ મીડિયાગૃહો તરફથી એમના વકીલો હાજર રહ્યા હતા. પીટીઆઈએ પોતાના સમાચારોમાં પીડિતાનું નામ જાહેર કર્યું ન હતું.

આ મીડિયા ગૃહોમાં.૧. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ર. ધ ઈન્ડિયન એક્ષપ્રેસ ૩. એન.ડી.ટી.વી.૪. ધ હિન્દુ પ. રિપબ્લિકન ટી.વી. ૬. ડેક્કન ક્રોનિકલ ૭. નવભારત ટાઈમ્સ ૮. ધ વીક ૯. ધ પાયોનિયર  ૧૦. ધ ફર્સ્ટ પોસ્ટ  ૧૧. ધ સ્ટેટસ્મેન૧ર. ઈન્ડિયા ટીવી.

આ સાથે ભારતીય પ્રેસ કાઉન્સિલેપણ મીડિયાને કહ્યું છે કે એ જાતીયગુનાઓની ભોગ બનેલ પીડિતાઓ જેમાં બાળકીઓ પણ સામેલ છે. એમની ઓળખ છતી કરવામાં નહીં આવે. પીસીઆઈએઆ પ્રકારના નિર્દેશો દિલ્હી હાઈકોર્ટેપાઠવેલ નોટિસો પછી આવ્યા હતા.મીડિયા હાઉસોએ કઠુઆમાં ભોગ બનેલ બાળકીની ઓળખ છતી કરી હતી જેનાપગલે હાઈકોર્ટે નોટિસો મોકલી હતી. (૩૭.૮)

(2:40 pm IST)