Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

કઠુઆ ગેંગરેપ- હત્યા મામલે બ્રિટનમાં નરેન્દ્રભાઈનો ભારે વિરોધ

લોકો માર્ગો પર 'મોદી નોટ વેલકમ', 'મોદી ગો બેક', 'મોદી ફેલ'ના પ્લેકાર્ડ લઈને ઉભા રહ્યા

લંડન : કઠુઆ અને ઉન્નાવની રેપની ઘટનાઓએભારતમાં જ નહીં વિશ્વભરમાં પડઘો પાડ્યો છે ત્યારેયુરોપના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદીએ પણ આઅંગે જોરદાર વિરોધનો સામનો કરવાનો વારો આવ્યોછે. પ્રદર્શનકારીઓ વેન પર મોટા બેનરો લગાવી પીએમ શ્રી મોદીનો વિરોધ કરી રહ્યા છે. તેમણે મોદીને મુસ્લિમોની હત્યા કરનારાઓને છાવરનારા, બળાત્કારીઓને બચવનારા અને દલિતોની હત્યાકરનારાઓના સમર્થક ગણાવ્યા હતા. પીએમ મોદીના વિરોધમાં લંડનમાં વ્હાઇટ હોલ, લંડનઆઇ, પાર્લામેન્ટ સ્ક્વેર અને વેસ્ટમિન્સટર એબીની નજીક પણ હોર્ડિંગ્સ લગાવાયા હતા.

 પ્રદર્શનકારીઓએ કઠુઆ ગેંગરેપના દોષિતોને સજાઅપાવવા અંગે સવાલો પુછ્યા હતા. સાથે જ બેનરોપર મોદી નોટ વેલકમ પણ લખ્યું હતું. આ પહેલા બ્રિટનના કેટલાક વિદ્યાર્થીઓએ મોદીને પત્ર પણ લખ્યોહતો જેમાં પુછવામાં આવ્યું હતું કે, ભારતમાં ત્રણ બાળકીઓ સાથે દુષ્કર્મ આચરાયું છે જેની સામે મોદીઝડપથી કાર્યવાહી કરી શકશે ? તમે રાષ્ટ્રને સંબોધિતકરતા કહ્યું હતુ કે, બાળકીઓને ન્યાય મળશે અમે તેનું સ્વાગત કરીએ છીએ. પણ વડાપ્રધાનને અમારોસવાલ છે કે, બાળકીઓને ક્યારે ન્યાય મળશે ? (૩૭.૭)

(2:37 pm IST)