Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

તીવ્ર ગરમી વચ્ચે કેરીની હવે બજારમાં એન્ટ્રી થઇ

વજન ઘટાડી દેવામાં પણ કેરીની ચાવીરૂપ ભૂમિકા : કેરીમાં પૂરતા પ્રમાણમાં બેટા કેરોટીનનું પ્રમાણ : મિનરલ, કેલ્સિયમ, મેગ્નેશિયમ તેમજ બી વિટામીન પણ હોય છે

નવી દિલ્હી,તા. ૧૯ : તીવ્ર ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ફળોના રાજા ગણાતા કેરીની બજારમાં એન્ટ્રી   હવે થઇ ચુકી છે. અમદાવાદ શહેરમાં આવનાર દિવસોમાં બજાર કેરીઓથી ભરાઈ જશે. કેરીને ફળોના રાજા તરીકે ગણવામાં આવે છે તે બાબતથી તમામ લોકો વાકેફ છે પરંતુ કેરી અન્ય રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી છે. તાજેતરમાં જ એક અભ્યાસ અને સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ઉનાળામાં વજન ઘટાડવાની બાબત ઉપયોગી રહે છે અને આમા કેરી મહત્વની ભૂમિકા ભજવી શકે છે. નવી અને તાજી કેરી ખાવાથી વજનને ઘટાડવામાં મદદ મળે છે. આ ફ્રૂટમાં પોષક તત્ત્વો અને ફાઈબરનું ભરપૂર પ્રમાણ હોય છે. નિષ્ણાંતોનું કહેવું છે કે કેરીમાં અન્ય ઉપયોગી ઘટક તત્વો પણ ભરપૂર હોય છે જેમાં  બેટા કેરોટીનનો પણ સમાવેશ થાય છે. બેટા કેરોટીન ઉપલબ્ધ કરાવનાર ફૂટમાં કેરી સૌથી આગળ છે. જો કે આમા અન્ય પોષક તત્વો પણ ભરપૂર હોય છે. કેરોલીનને ઘટાડવાના હેતુથી કેરી ખૂબ જ ઉપયોગી પસંદગી છે. કેન્સરના ચોક્કસ સ્વરૂપને ઘટાડવામાં પણ બેટા કેરોટીનની ભૂમિકા છે. પોષક તત્વો પૂરતા પ્રમાણમાં લેવા ગરમીની સિઝનમાં કેરીનો ઉપયોગ કરી શકાય છે. એક ફ્રૂટ શરીરમાં વિટામીન સીના એક દિવસના પૂરવઠાને ઉપલબ્ધ કરાવવામાં સક્ષમ છે. આનો મતલબ એ થયો કે એક ફ્રૂટ દિવસભરની વિટામીન સીની જરૂરિયાત પૂરી કરે છે. ઉપરાંત તે હાડકાઓને મજબૂત બનાવે છે. કારણ કે તેમાં મિનરલ, કેલ્સિયમ, મેગ્નેશિયમ અને બી વિટામીન પણ હોય છે. તેમાં કેરેટેનોઈડ પણ હોય છે જેને લેકોપેન પણ કહેવામાં આવે છે જે અસરકારક એન્ટી ઓક્સીડન્ટ છે. વજન ઘટાડવા કેરી મહત્વની ભજવી શકે છે. જો કે તબીબોની સલાહ મુજબ ફ્રૂટનો ઉપયોગ કરવો જોઈએ. કેરી સ્કીનને વધુ ચમકદાર અને સોફ્ટ બનાવવામાં પણ ભૂમિકા ભજવે  છે. કેરીની તમામ ફ્રુટ કરતા વધારે બોલબાલા રહે છે. તમામ રાજ્યોમાં રહેતા લોકો ગરમીનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરે છે. કેટલાક કેરીના શોખીન લોકો તો દરરોજ કેરી ખાવાના શોખીન હોય છે. વઘતી ગરમી વચ્ચે તેના મહત્વને સમજી શકાય છે. ગુજરાત કેરી માટે વિશ્વમાં લોકપ્રિય છે. ગુજરાતમાંથી દેશના જુદા જુદા રાજ્યોમાં મોટા પાયે કેરી પહોંચે છે. વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે. વિદેશમાં પણ ખાસ માંગ છે.

કેરી કઇ રીતે ઉપયોગી

         નવી દિલ્હી, તા.૧૯ : કેરીમાં અનેક પ્રકારના ઉપયોગી ઘટક તત્વો હોય છે. તે બાબત અભ્યાસમાં પણ સાબિત થઇ ચુકી છે. હવે ગરમીની વચ્ચે લોકો કેરીની મજા માણવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તે કઇ રીતે ઉપયોગી છે તે નીચે મુજબ છે.

*    કેરીમાં ઊંચા પ્રમાણમાં બેટા કેરોટીન હોય છે

*    બેટા કેરોટીન કેન્સરના ચોક્કસ સ્વરૂપને ઘટાડવા માટે પણ ઉપયોગી છે

*    કેરીમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્ત્વોની સાથે સાથે ફાયબર પણ હોય છે

*    કેલોરીના જથ્થાને ઘટાડવામાં પણ કેરી ઉપયોગી

*    એક ફ્રૂટમાં શરીરને વિટામીન સીનો એક દિવસનો પુરવઠો પૂરો થાય છે

*    કેરી હાડકાઓને મજબૂત બનાવવામાં પણ ભૂમિકા ભજવે છે કારણ કે તેમાં મિનરલ, કેલ્સિયમ અને મેગ્નેશિયમ હોય છે

*    કેરીમાં કેરેટેનોઈડનું પ્રમાણ હોય છે જે અસરકારક એન્ટી ઓક્સિજન છે

*    સ્કીનને વધુ ચમકદાર અને સોફ્ટ બનાવે છે

(1:00 pm IST)