Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

એક મહિનામાં હવે માત્ર

૧૨૫ કલાકથી વધુ પાયલોટ વિમાન નહીં ચલાવી શકે

નવી દિલ્હી, તા. ૧૯ :. દિલ્હી હાઈકોર્ટે નાગરીક ઉડ્ડયન મહાનિર્દેશાલયને નિર્દેશ કર્યો છે કે હવે પાયલોટ એક મહિનામાં ૧૨૫ કલાક જ વિમાન ઉડાડી શકશે. ૧૨૫ કલાકથી વધુ વિમાન ચલાવવાની મંજુરી આપી શકાય નહીં. વધુ પડતી મંજુરી યાત્રિકો ઉપર ખતરનાક પુરવાર થશે. કોર્ટે જણાવ્યુ છે કે, પાયલોટ પાસેથી વધુ કામ કરાવવાથી થકાવટ, અનીંદ્રા જેવી બીમારી થાય છે.

(12:57 pm IST)