Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

સાઉદી અરબમાં મહિલાઓના અધિકાર પરત્વે ઉદારવાદી પરિવર્તન

નવી દિલ્હી તા.૧૯ : સાઉદી અરબમાં મહિલાઓના રીતરીવાજ ને લઇને કાયદા અને નિયમો છે. તાજેતરમાં જ સાઉદી અરબના  શાહજાદા મોહમ્મદ બિન સલમાનએ પોતાના દેશના આધુનિકરણ અને અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે કેટલાય ઉદારવાદી નિર્ણયો લીધા છે. જેમાં મહિલાઓને ડ્રાઇવીંગ કરવાની સંમતિ થી લઇને પ્રથમવાર અરબ મહિલાઓને સ્ટેડીયમમાં ખેલ પ્રતિસ્પર્ધાઓ જોવાની રજા પણ આપવામાં આવી. આ સાથે સાથે સાઉદી અરબના  વ્યાપાર વ ઉધ્યોગ મંત્રાલય દ્વારા યોગને રમતગમતનો દરજ્જો પણ આપવામાં આવ્યો. જેનુૅ શ્રેય ત્યાંની પ્રથમ મહિલા યોગ પ્રશિક્ષક (અરબી યોગાચાર્ય) નાઉફ અલ મરાવીના પ્રયાસોને આપવામાં આવે છે.

સાઉદીની સોૈથી મોટી ધાર્મિક સંસ્થાના સભ્ય અને સીનીયર મોલવી એ કહ્યુ કે, દેશની મહિલાઓ એ જાહેર સ્થળો ઉપર અબાયા રોબ (ઢીલો બુરખો) પહેરવાની જરૂર નથી. એનું સમર્થન, ઇસ્લામ સબંધિત નિયમોની વ્યાખ્યા કરનાર ''કાઉન્શીલ ઓફ સીનીયર સ્કોલર ''ના એક વરિષ્ઠ મુસ્લિમ સ્કોલર શેખ અબ્દુલ્લા-અલખ્મુતાક એ એક ટીવી ઇન્ટરવ્યુમાં આપ્યું અને કહ્યુ કે પવિત્રતા અને નૈતિકતાને કપડાના ટુકડાઓમાં લપેટીને રાખી શકાય નહિં.

એજ રીતે પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ દ્વારા, ભારતના પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીના કુશળનેતૃત્વ બદલ પેલેસ્ટાઇન ના સર્વચ્ચ રાષ્ટ્રીય સન્માન '' ગ્રાંડ કોલર ઓફ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન'' વડે એમનું સન્માન થવુ એ દર્શાવે છે કે, વિશ્વના તમામ દેશો શાંતિ, ભાઇચારો અને ખુશાલી માટે આગળ વધીન.ેહાથ લંબાવી બહ્યા છે.

યાત્રાના બીજા ચરણમાં અબુધાબીના શાહજાદા  શોખમોહમદ બીન જાયદ અલ નાહયાન ના આતિથ્ય દરમ્યાન પ્રાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીએ સંયુકત અરબ અમિરાત સરકારની આપેલી જમીન પર પ્રથમ સ્વામીનારાયણ હિનદુ મંદિરની આધારશીલા રાખતી વેળાએ ''વસુભૈવ કુટુંબકમ'' ના સુત્રને સાર્થક કરતાં એક ઐતિહાસિક ઘટનાની આગહી કરી કે, આવનારા સમયમાં ત્યાં ભારત-દર્શનની એક ઓળખાણ બની રહેશે.

આ તમામ ઘટનાઓ ના નમુનાઓ થકી જણાય છે કે, માત્ર સાઉદી અરબ જ નહીં પરંતુ સમગ્ર મધ્યપૂર્વના મુસ્લિમ દેશોમાં મહિલા સશકિતકરણના ઉદારવાદી બદલવાની હવા ચાલી રહી છે.

(12:56 pm IST)