Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

એક મિનીટમાં સરેરાશ ભારતીયની વર્ષની આવક કરતા વધારે કમાણીઃ અભૂતપૂર્વ વ્યકિતત્વ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૯ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના મુકેશ અંબાણીનો આજે તા. ૧૯ એપ્રિલના જન્મદિન છે. તેમનો જન્મ ૧૯ એપ્રિલ, ૧૯૫૭ના રોજ ગુજરાતી પરિવાર એવા ચોરવાડના ધીરૃભાઈ અંબાણી અને કોકિલાબહેન અંબાણીના પરિવારમાં એડન ખાતે થયો હતો. તેમણે કેમિકલ એન્જિનિયરીંગમાં બેચલર કર્યું હતું. ગ્રેજયુએશન પછી તેઓ એમબીએ કરવા સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ગયા પણ ત્યાંથી ટ્રોપઆઉટ થઈને તેમણે ૧૯૮૧માં રિલાયન્સમાં કામ કરવાનું પસંદ હતું. આઇજે તેઓ કંપનીના ચેરમેન અને એમડી છે. મુકેશ અંબાણીના પરિવારમાં પત્ની નીતા અંબાણી અને બાળકો આકાશ, અનંત અને ઈશા અંબાણીનો સમાવેશ થાય છે. હાલમાં જ તેમના દીકરા આકાશની સગાઈ શ્લોકા મહેતા સાથે કરવામાં આવી છે.

મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન ગણાય છે. તેમની આવકન વાત કરીએ તો તાજેતરમાં જ હુરૃન ગ્લોબલ તરફથી લિસ્ટ જાહેર કરાયું હતું, તે મુજબ મુકેશ અંબાણી ૪૫ બિલિયન ડોલર(અંદાજે ૨.૯૨ લાખ કરોડ રૃપિયા)ની સંપત્તિ સાથે આ લિસ્ટમાં સૌથી ધનિક વ્યકિત દર્શાવ્યા છે. તેમજ મુકેશ અંબાણી દર મિનિટે ૨.૩૫ લાખ કરોડ રૃપિયા કમાય છે. આ આવક એક સરેરાશ ભારતીયની વર્ષની કમાણીથી વધુ છે.

મુકેશ અંબાણીનું ઘર 'એન્ટીલિયા'ની ગણતરી દુનિયાના સૌથી મોંઘા ઘરોમાં થાય છે. આ બંગલો મુંબઈના ઓફ પેડર રોડ પર અલ્ટામાઉન્ડ રોડ પર આવેલો છે. આ ઘરને બનાવવા પાછળ ૧૧,૦૦૦ કરોડનો ખર્ચ થયો હતો. તેમાં એક બોલરૃમ છે, છત ક્રિસ્ટલથી સજાવેલી છે. મુકેશ અંબાણીના ઘરમાં સિનેમા થિયેટર છે. આશરે ૬૦૦ લોકોનો સ્ટાફ દિવસરાત આ ઘરની સફાઈ કરે છે. 'એન્ટીલિયા' ઘરના છ માળ પર માત્ર પાર્કિગ અને ગેરેજ છે. છ ફલોર માત્ર કાર માટે આરક્ષિત છે. આશરે ૧૬૮ કાર ઉભી રાખી શકાય છે. (૨૧.૧૯)

 

(12:01 pm IST)